પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનમાં આતંકી હુમલો, 10ના મોત

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Pakistan Terror Attack : પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા મોટો આતંકી હુમલો થયો છે. પોલીસ સ્ટેશનને ટાર્ગેટ કરી કરાયેલા હુમલામાં 10 પોલીસ કર્મચારીઓના મોત થયા છે.

આ પણ વાંચો : ગ્રેમી એવોર્ડ 2024માં ભારતીય કલાકારોનો ડંકો

PIC – Social Media

Pakistan Terror Attack : પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી યોજાનાર છે. તે પહેલા આંતકી પ્રવૃતિઓમાં વધારો છે. અહીં ખૈબર પખ્તુનખ્વા વિસ્તારના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે, જેમાં 10 પોલીસકર્મીઓના મોત થયા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પોલીસના જણાવ્યાં અનુસાર ખૈબર પખ્તુનખ્વા વિસ્તારના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં એક પોલીસ સ્ટેશન પર મોડી રાતે થયેલા હુમલામાં આશરે 10 પોલીસકર્મીના મોત થયા છે. જ્યારે છ લોકો ઘાયલ થયા છે. જેને ડીએચક્યુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

પોલીસે વધુમાં જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનના પોલીસ સ્ટેશન પર સવારે 3 વાગે ભારે હથિયારોથી હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો. સરકારી એજન્સીએ કહ્યું કે પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ રાતના અંધારાનો લાભ લઈ ભાગવામાં સફળ રહ્યાં હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પાકિસ્તાન પોલીસ અનુસાર, સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓને પકડવામાં માટે ઘેરાબંધી કરવામાં આવી છે. સાથે જ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને રેપિડ એક્શન ફોર્સ પણ ઘટના સ્થળે તહેનાત છે.

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાડોશી દેશ સતત આતંકી હુમલાઓનો સામનો કરી રહ્યો છે. હાલમાં જ બલુચિસ્તાનમાં થયેલા સતત આતંકી હુમલામાં ચાર સરાકરી કર્મચારી અને બે નાગરિકોના મોત થયા હતા. ત્યાર બાદ પાકિસ્તાનના સુરક્ષા દળો સાથે થેયલી અથડામણમાં નવ આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં હતા.