Delhi Pollution : વાયુ પ્રદુષણે તોડ્યાં તમામ રેકોર્ડ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat :

Delhi Pollution : દિલ્હીમાં હવાના પ્રદુષણની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. શુક્રવારે દિલ્હીનો AQI 460 પહોંચી ગયો હતો. જેને લીધે દિલ્હી જાણે ગેસની ચેમ્બરમાં ફેરવાય ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે વાયુ પ્રદુષણે દિલ્હીમાં તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યાં છે.

આ પણ વાંચો : નેપાળમાં ભૂકંપઃ નેપાળમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 70 લોકોના મોત

હાલતની ગંભીરતા જોતા શુક્રવારે એલજી વીકે સક્સેનાએ એક તત્તાલિક બેઠક કરી હતી. આ મિટિંગમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાય પણ હાજર હતા. મિટિંગ દરમિયાન એલજીએ વધતા પ્રદુષણ મામલે ચિંતા કરતા આદેશ આપ્યો છે, કે તમામ લોકો એક સાથે મળીને કામ કરે અને કોઈપણ ભોગે પ્રદુષણને નિયંત્રણમાં લેવાના પ્રયત્ન કરવામાં આવે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

PIC – Social Media

એલજીએ કહ્યું કે, મિટિંગમાં એન્ટી સ્મોગ ગન દ્વારા જે માર્ગો પર છંટકાવ કરવામાં આવે છે તેને ડબલ કરી દેવામાં આવે. મંત્રી ગોપાલ રાયે પણ તમામ મોટા અધિકારીઓને અપીલ કરી, કે સરકારનું બોયકોટ ના કરે, આ સમયે સાથે મળીને સ્થિતિને યોગ્ય કરવા પર ધ્યાન આપે. તેઓએ કહ્યું, કે ગ્રાઉન્ડ લેવલે કોઈપણ પોલીસી ત્યારે જ લાગુ થઈ શકશે કે જ્યારે અધિકારીઓ સક્રિય હોય.

આ પણ વાંચો : New Delhi: દિલ્હી બની ગેસ ચેમ્બર, GRAP-3ના પ્રતિબંધો થયા લાગુ

અત્યાર સુધીમાં દિલ્હીમાં ગ્રેપ-3ના જેટલા પ્રતિબંધ છે, તેને કડકાઈપૂર્વક લાગુ કરવામાં આવ્યાં છે. દિલ્હીમાં ગ્રેપ – 3 સિસ્ટમ લાગુ થયા બાદ બીએસ-3 પેટ્રોલ વાહન અને બીએસ-4ના ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે દિલ્હી – એનસીઆરમાં 5 લાખથી વધુ વાહનોના પૈડા થંભી ગયા છે. ગુરુગ્રામમાં ગ્રેડ 3 લાગુ થયા બાદ શહેરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ડીસી દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે.