સૂર્ય કિરણ એર શો : ભરૂચના આકાશમાં વાયુસેનાની ગર્જના

ખબરી ગુજરાત ગુજરાત

@મનિષ કંસારા

Surya Kiran Air Show : જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (બી.ડી.એમ.એ.) અને‌ ભરૂચ (Bharuch) સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ (બી.સી.સી.)ના સંયુક્ત ઉપક્રમે સૂર્ય કિરણ એર શોનું (Surya Kiran Air Show) આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય નવયુવાનોને ભારતીય સેનામાં જોડાય તે માટે પ્રેરિત કરવાનો છે.

આ પણ વાંચો : 19 January : જાણો, આજનો ઈતિહાસ

ક્યારે યોજાશે એર શો?

શનિવાર તા. 20 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 3 થી 4.30 વાગ્યા દરમિયાન રિમોટ કંટ્રોલ્ડ એર મોડલ શો (Remote Controlled Air Model Show) તથા સૂર્યકિરણ ડિસ્પ્લેનું આયોજન કરવામાં આવશે. ભરૂચના ભરૂચ – દહેજ રોડ અને દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ વે, દહેગામ, ભરૂચના મુંબઈ – દિલ્હી હાઇવે જંક્શન પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય વાયુ સેનાની (Indian Air Force) સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે, તેઓ તેમના અદ્ભૂત કૌશલ્યનું પ્રદર્શન કરશે. ભારતીય વાયુ સેનાની 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે દિલધડક એર-શો દ્વારા ગગન ગજવશે. આ કાર્યકમ જાહેર જનતા પણ નિહાળી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ભરૂચવાસીઓને ફાઈટર એરક્રાફટના હવામાં દિલધડક સ્ટંટ જોવા માટેનો અનેરો અવસર

સૂર્યકિરણ એર શો પાછળનો ઉદેશ્ય

સૂર્યકિરણ એર શો (Surya Kiran Air Show) નાગરિકોને ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુ સેના સાથે જોડાવામાં મદદ કરવાની અનન્ય તક પુરી પાડે છે, તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુસેનામાં કરકિર્દી બનાવવાનો જુસ્સો જગાડશે. આ ઇવેન્ટ બધા માટે છે, પરિવારો અને દરેક વય જૂથનાં વ્યક્તિઓનું સ્વાગત છે. જિલ્લાની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને આ અદ્ભુત ઘટનાનાં સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેનો હેતુ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો છે. એર શોનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉત્તેજન આપી આગામી પેઢીને પ્રેરણાં આપવાનો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શું છે સૂર્ય કિરણ એરોબેટીક ટીમ?

સૂર્યકિરણ એ ભારતીય વાયુ સેનાની એરોબેટીક ડિસ્પ્લે ટીમ છે. આ ટીમમાં કુલ 9 B A e H a w kM k132 એરક્રાફ્ટ શામેલ છે જે કર્ણાટકનાં બિદર એરબેઝથી ઓપરેટ કરે છે.

ઈતિહાસ :

ભારતીય વાયુ સેનામાં સૌ પ્રથમ એરોબેટીક ટીમની રચના વર્ષ 1982 માં એર ફોર્સની ગોલ્ડન જયુબિલીનાં પ્રસંગે રચવામાં આવી હતી. 1990માં આ ટીમને પુનઃ સ્થાપિત કરીને 4 ભારતીય બનાવટનાં H A L H JT 16 કિરણ M k II જેટ ટ્રેનરનો તેમાં શમાવેશ થયો હતો.

27 મે, 1996 માં તેમાં નવા બે વિમાનો ઉમેરીને તેને “સૂર્ય કિરણ” નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનું પ્રથમ નિદર્શન 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુ સેના દિવસની ઉજવણીમાં પાલમ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ટીમમાં કુલ 9 વિમાનોને રાખવામા આવ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વર્ષ 2001માં સૌ પ્રથમવાર શ્રીલંકા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેણે પરફોર્મ કર્યું હતું. 2010માં ટેકનિકલ કારણોસર આ ટીમ વિસર્જિત કરવામાં આવી હતી. વર્ષ 2015 માં B A eH a w k M k 132 એસએટીએચઇ સૂર્ય કિરણ ટીમની પુનઃ રચના કરવામાં આવી હતી.

પ્રદર્શન:

સૂર્ય કિરણ ટીમ દેશ વિદેશમાં વિવિધ પ્રસંગોએ એર શો નિદર્શન કરે છે અને ભારતીય વાયુ સેનાનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતમાં તેનું નિદર્શન યુવા પેઢીમાં દેશ પ્રેમની ભાવના જાગૃત થાય, નવયુવાનો ભારતીય સૈન્ય સેવાઓ જેમ કે ભારતીય વાયુ સેના, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, અગ્નિવીર જેવામાં જોડાય તે માટે પ્રેરિત કરે છે.

સૂર્ય કિરણ ટીમ દ્વારા દેશની વિવિધ જગ્યાઓ જેમ કે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપના આયોજનમાં, ભોજ તાલ – ભોપાલ, પિન્ક સિટી જયપુર, ડિંડીગુલ ખાતે પરેડ મેદાન, જમ્મુ, પ્રયાગરાજ, મૈસુર, અંબાલા, હાલવારા, નેશનલ ડિફેન્સ એકેડમી, એર ફોર્સ એકેડમી એમ વિવિધ સ્થાનો પર એર શો કરેલ છે.