અયોધ્યા જવા ગુજરાતથી ઉપડશે પાંચ ટ્રેન, જુઓ ટાઇમ ટેબલ

ખબરી ગુજરાત ગુજરાત

Ayodhya Ram Mandir : અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે અયોધ્યા પહોંચવા ગુજરાતીઓને અગવડ ન પડે તે માટે પાંચ ટ્રેન (Train) શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : આ વિશેષતાઓ રામ મંદિરને બનાવે છે સૌથી ખાસ

PIC – Social Media

Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પૂરજોશમાં તૈયારીઓ શરૂ છે. દરેક લોકો અયોધ્યાના રામ મંદિરના દર્શન કરવા થનગની રહ્યાં છે. ત્યારે શ્રદ્ધાળુઓ સરળતાથી રામ દરબારમાં પહોંચી શકે તે માટે વિશેષ ટ્રેનની સુવિધા કરવામાં આવી છે. અયોધ્યા જતા યાત્રિકોની સુવિધાને ધ્યાને લઈ રેલવે (Railway) દ્વારા 5 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ અંગે ગુજરાતના રેલ્વે રાજ્ય મંત્રીએ ખુદ ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે. આ પાંચ ટ્રેનમાથી 4 ટ્રેનો ગુજરાતથી ઉપડશે.

રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે (Darshna Jardosh) સોશિયલ મીડિયા એક્સ (Social Media X) પર જાણકારી આપતા પોસ્ટ કરી છે, કે આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા ભારત જ નહિ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. લાખો કરોડો શ્રદ્ધાળુઓ અયોધ્યા જવાની ઈચ્છા રાખી રહ્યા છે. ત્યારે વિવિધ વિસ્તારથી સ્થિત અયોધ્યા માટે આસ્થા ટ્રેન (Astah Train) શરૂ થવા જઈ રહી છે. જે આ પ્રકારે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

https://twitter.com/DarshanaJardosh/status/1745119049288433867

ઇન્દૌર-અયોધ્યા-ઇન્દૌર, તારીખ 03 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે
ભાવનગર-અયોધ્યા-ભાવનગર, તારીખ 09 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે
રાજકોટ-અયોધ્યા-રાજકોટ, તારીખ 10 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે
અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ, તારીખ 10 ફેબ્રુઆરી 24 થી ટ્રેન શરૂ થાય છે
સુરત-અયોધ્યા-સુરત, તારીખ 10 ફેબ્રુઆરી 24 થી શરૂ થાય છે

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

નોંધનીય છે, કે 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવું છે. આ આયોજનને ભવ્યતિભવ્ય બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ 22 જાન્યુઆરીએ ભગવાન રામ બાળ સ્વરૂપમાં ગર્ભગૃહમાં બિરાજમાન થશે. ત્યારે આ ભવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે ભક્તો થનગની રહ્યાં છે. યાત્રિકોએ કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.