ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવને સુપ્રીમ કોર્ટની ફટકાર

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Patanjali misleading advertisement case : યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના નિર્દેશક આચાર્ય બાલકૃષ્ણ ભ્રામક જાહેરાત કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યાં હતા. આ મામલે જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચ સામે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો – આ મહિલાએ ચહેરા પર કરાવી 43 સર્જરી, પછી જુઓ કેવી થઈ હાલત

PIC – Social Media

Patanjali misleading advertisement case : યોગ ગુરુ રામદેવ (Baba Ramdev) અને પતંજલિ (Patanjali) આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ (Acharya Balkrushna) ભ્રામક જાહેરાતોના કેસ (misleading advertisement case)માં મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં હાજર થયા હતા. બાબા રામદેવ વતી હાજર રહેલા એડવોકેટ બલબીરે કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય. અગાઉ થયેલી ભૂલ માટે માફી માગીએ છીએ. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં પરંતુ દેશની કોઈપણ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ન થવું જોઈએ. કોર્ટે પતંજલિની માફી સ્વીકારી ન હતી. કોર્ટે કહ્યું કે તમે શું કર્યું છે તેની તમને કોઈ જાણકારી નથી. અમે તિરસ્કારની કાર્યવાહી કરીશું. આ કેસની વધુ સુનાવણી 10 એપ્રિલે થશે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર રહેવું પડશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ સમક્ષ આ સુનાવણી થઈ. કોર્ટે 19 માર્ચે રામદેવ અને બાલકૃષ્ણને પતંજલિ આયુર્વેદ ઉત્પાદનોની જાહેરાતો અને તેની ઔષધીય અસરો સંબંધિત તિરસ્કારની કાર્યવાહીમાં વ્યક્તિગત રીતે હાજર થવા જણાવ્યું હતું. બેન્ચે કંપની અને બાલકૃષ્ણને અગાઉ જારી કરાયેલી કોર્ટની નોટિસનો જવાબ ન દાખલ કરવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.

જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, અગાઉ જે થયું તે અંગે તમે શું કહેશો? બાબા રામદેવ વતી હાજર રહેલા વકીલે કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય. અગાઉ થયેલી ભૂલ માટે માફી માગીએ છીએ. તેના પર કોર્ટે કહ્યું કે તમે ગંભીર મુદ્દાઓની મજાક ઉડાવી છે. કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાથી શું પરિણામ આવે છે તે તમને ખબર હોવી જોઈએ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

સુનાવણી દરમિયાન કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે રામદેવના વકીલને કહ્યું કે તમારી પાસે અહીં દલીલ કરવા માટે કોઈ સ્થાન નથી. એ તો અમે છૂટ આપી છે, નહીં તો આ કોર્ટની અવમાનનાનો મામલો છે. જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું પહેલા જે થયુ. તેને લઈ તમે શું કહેશો?

વકીલે જણાવ્યું કે બાબા રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટમાં હાજર છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે અમે અગાઉ કંપની અને એમડીને જવાબ દાખલ કરવા કહ્યું હતું. જ્યારે જવાબ દાખલ કરવામાં આવ્યો ન હતો, ત્યારે તિરસ્કારની નોટિસ આપવામાં આવી હતી.

આ પણ વાંચો – 30 દિવસના બદલે 28 દિવસની વેલિડિટી કેમ આપે છે ટેલીકોમ કંપનીઓ?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારી તરફથી ખાતરી આપવામાં આવી હતી અને પછી તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ દેશની સૌથી મોટી અદાલતનું અપમાન છે અને હવે તમે માફી માગી રહ્યા છો. આ અમને સ્વીકાર્ય નથી. જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે તમે અહીં ખાતરી આપો છો અને પછી પ્રેસ કોન્ફરન્સ કરો છો. હવે માફી માંગો છો. આ કેવી રીતે સ્વીકારવું, તમે કેવી રીતે ઉલ્લંઘન કર્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારું મીડિયા વિભાગ તમારાથી અલગ નથી, તમે આવું કેમ કર્યું. નવેમ્બરમાં તમને ચેતવણી આપવામાં આવી હતી, છતાં તમે પ્રેસ કોન્ફરન્સ કરી.