આ મહિલાએ ચહેરા પર કરાવી 43 સર્જરી, પછી જુઓ કેવી થઈ હાલત

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Barbie Girl Look : એક મહિલા પોતાના લૂકને કારણે ભારે ચર્ચા છે. ગત વર્ષે ડાલિયા નામની મહિલા પોતાના લૂકને કારણે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ હતી. પરંતુ હવે તે પોતાના જ ચહેરાના કારણે ટ્રોલર્સનો શિકાર બની છે.

આ પણ વાંચો – 30 દિવસના બદલે 28 દિવસની વેલિડિટી કેમ આપે છે ટેલીકોમ કંપનીઓ?

PIC – Social Media

Barbie Girl Look : મહિલાઓ પોતાની જાતને સુંદર બનાવા માટે કઈ હદ સુધી જઈ શકે છે તેનું આ ચોંકાવનારુ ઉદાહરણ છે. એક મહિલાએ પોતાના ચહેરાના સુંદર બનાવા માટે એક બે નહિ પરંતુ 43 સર્જરી કરાવી છે. કેટલીક એવી મહિલાઓ છે જે બાર્બી ડોલ જેવો લૂક મેળવવા માંગે છે. જેથી તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બને. ઇરાકમાં કંઈક આવું જ જોવા મળ્યું. બગદાદમાં 30 વર્ષની ડાલિયા નઇમે (Dalia Naim) સુંદર દેખાવા માટે પોતાના ચહેરા પર 43 વાર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. પરંતું કેટલાક લોકો તેના આ ટ્રાન્સફોર્મેશનથી બિલકુલ રાજી નથી. કેટલાક લોકો તેને જોમ્બી કહે છે તો કેટલાક તેને ડેવિલ બાર્બી કહી રહ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

ડાલિયા ગયા વર્ષે જ તેના લુકના કારણે સોશિયલ મીડિયા સ્ટાર બની હતી. પરંતુ હવે કેટલાક લોકોને તેનો ચહેરો પસંદ નથી આવી રહ્યો અને તે ટ્રોલનો શિકાર બની રહી છે. ડાલિયાએ તેના શરીરમાં કુલ 43 સર્જરી કરાવી છે. ચહેરા સિવાય અન્ય ઘણા ભાગો આમાં સામેલ છે. તેનો ચહેરો પણ ઢીંગલી જેવો દેખાય છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકોની કોઈ કમી નથી. (dalia_naim1)ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર લગભગ 10 લાખ ફોલોઅર્સ છે. સાથે જ તેના ફેન્સ પણ તેને ઘણો સપોર્ટ કરે છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. યુઝર્સ તરફથી તેની પોસ્ટને બહોળો પ્રતિસાદ મળે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બાર્બી જેવા દેખવા માટે શરીરમાં કર્યા બદલાવ

એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેણે આ ફેરફારો માત્ર બાર્બી જેવા દેખાવા માટે કર્યા છે. જો કે, કેટલાક લોકો તેમને પસંદ નથી કરતા. પરંતુ તેણીને તેની પરવા નથી. તેણે એમ પણ કહ્યું કે તે માત્ર બાર્બી જેવી જ નથી દેખાતી પણ બાર્બીની દુનિયામાં પણ રહે છે.