આવી હાઇટેક ચોરી ક્યારેય નહિ જોય હોય, પળવારમાં કરોડોની કાર ગાયબ

અજબ ગજબ ખબરી ગુજરાત

Rolls Royce કારની ચોરીનો એક વિડિયો સામે આવ્યો છે. 15 કરોડની કારને ચોરવા માટે ચોરોએ અનોખો જુગાડ અજમાવ્યો છે. ચોરોએ એક એન્ટેનાની મદદથી કારને માત્ર 30 સેકન્ડમાં જ ચોરી લીધી હતી. ઘટના બ્રિટનની હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : ISROએ દુનિયાને ફરી બતાવી તાકાત! ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડલને કરાવ્યું પરત

મોંઘેરી કારની ચોરી ચોરો માટે પ્રાથમિકતા હોય છે. કિંમતી કારને લોકો ઘણાં સાચવીને રાખે છે પણ જ્યારે ચોર એન્ટેનાની ચાવી બનાવી કારની ચોરી કરેલી તો તમે શું કરશો? તાજેતરમાં એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ એન્ટેનાની મદદથી 15 કરોડ રૂપિયાની કારને સેકન્ડોમાં જ ચોરીને રફુચક્કર થઈ જાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વિડિયોમાં જોઈ શકાય છે, કે ચોરોએ આ ચોરીને માત્ર 30 સેકન્ડમાં જ અંજામ આપ્યો છે. ચોરીની રીત જોઈને ઘણાં લોકો ચકિત થઈ ગયા છે. આ ચોરીનો વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચોરો એન્ટેનાની મદદથી કારની ચોરી કરી ફરાર થઈ જાય છે.

આ હાઇટેક ચોરી બ્રિટનના એવલેમાં થઈ છે. જ્યાં હુડ્ડી પહેરેલા બે ચોર જોવા મળે છે. જેમાં એક ચોર એન્ટેના સાથે ઉભો છે. બીજો કારની અંદર બેઠો છે. એન્ટેના લઈ ચોર કાર તરફ આગળ વધે છે. થોડી જ સેકન્ડોમાં કાર સ્ટાર્ટ થઈ જાય છે. ત્યાર બાદ તેઓ કાર લઈને ફરાર થઈ જાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

Rolls Royce Cullinanની કેટલી કિંમત છે?

Rolls Royce Cullinan, આ કાર દુનિયાની સૌથી મોંઘી એસયુવીમાંથી એક છે. ભારતમાં તેની સ્ટાર્ટિંગ પ્રાઇસ 8 કરોડથી 15 રૂપિયા સુધીની છે. તેમાં ઘણાં કસ્ટમાઇઝેશનના ઓપ્શન મળે છે.

આ પણ વાંચો : અલવિદા ઈન્સ્પેક્ટર ફ્રેડિક્સ : CID ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું

Keyless ફિચરનો ફાયદો ઉઠાવ્યો

આ કાર ચોરીમાં ચોરોએ Keyless ચાવીનો ઉપયોગ કર્યો હતો. આ ફિચર હાલ ઘણી કારોમાં જોવા મળે છે. હકીકતમાં તેમાં કારની એડવાન્સ કોમ્પ્યુટર સિસ્ટમ Key Fob સાથે કમ્યુનિકેટ કરે છે. જ્યારે પણ ચાવી કારમાં કે કારની આસપાસ હોય તો તે Key fobને ડિટેક્ટ કરે છે. ત્યાર બાદ કારને અનલોક અને સ્ટાર્ટ કરવાનું ઓપ્શન આપે છે.