ખબરી મીડિયા પરિવાર તરફથી આપ સૌને સાલ મુબારક

ખબરી ગુજરાત ધર્મ

ભારતીયધર્મ,સમાજ, સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું અનેરૂ બહુહેતુક મહત્વ રહ્યું છે દિવાળી, બેસતા વર્ષના તહેવારો પ્રકાશ, ઉર્જા અને શુભેચ્છાઓના પર્વની સાથે સાથે વીતેલા સમયમાંથી બોધપાઠ લઈ નવા વર્ષ અને અવિરત આગળ વધતા જીવન તે વધુ સુખ, સમૃદ્ધિ અને સામર્થ્યવાન બનાવવા માટે ઉર્જા આપનારો પર્વ છે.

વિક્રમ સાવંતે 2079ને અલવિદા કહ્યું. વર્ષ 2080 દરેકના જીવનમાં નવી ઉર્જા લઈને આવે તેવી ઈચ્છા સાથે આ પ્રસંગની ઉજવણી કરવા માટે, સુપરે ભારતવર્ષની ભૂમિકા ભજવી, માનવજાત અને દરેક ભારતીયને “વસુદેવ કુટુંબ” નો સંદેશ આપ્યો. વિશ્વ, માનવતા અને સમગ્ર સૃષ્ટિનું કલ્યાણકારી બનીએ.

સમય સાથે બદલાઈ રહેલા વિશ્વમાં ભારતની ભૂમિકા નું મહત્વ વિશ્વ સમાજને સમજાયું છે, ભારત વિશ્વગુરુની ભૂમિકામાં દિનપ્રતિદિન વધુને વધુ માર્ગદર્શક બનતું રહ્યું છે, પર્યાવરણનીસમસ્યા હોય કે વૈશ્વિક આંતકવાદ નું દુષણ ભારતે હંમેશા વિશ્વને જોડવાનું અને કલ્યાણ માર્ગ બતાવવાનું કર્તવ્ય નિભાવ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું નેતૃત્વ અને ભારતીય સહીતા આજે વિશ્વ માટે પ્રેરક બની છે, એક સમય હતો કે વૈશ્વિક મંચ પર મહાસત્તાઓ નુ ધાર્યું થતું હવે સમય બદલાયો છે, બે દેશો વચ્ચેનું યુદ્ધ હોય કે ગ્લોબલવોર્મિંગ ની સમસ્યા અવકાશ સંશોધનથી લઈને કોરોના મહામારીમાં માનવસહાય ની જરૂરિયાતોમાં હંમેશા ભારતની વાત સાથે વિશ્વ સહમત થવામાં ગૌરવ સમજતું થયું છે અવસરના ઉજાસ ના પ્રકાશ અને ઊર્જાના દીપાવલી અને બેસતા વર્ષના પર્વ અને 2080 નું વર્ષ ભારત અને ભારતીયો માટે કલ્યાણનું બની રહે તેવી અભ્યર્થના