અલવિદા ઈન્સ્પેક્ટર ફ્રેડિક્સ : CID ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું

ખબરી ગુજરાત મનોરંજન

Dinesh Phadnis Passes Away : ફેમસ ક્રાઇમ શૉ CIDમાં ઈન્સ્પેક્ટર ફ્રેડિક્સની ભુમિકા કરનાર એક્ટર દિનેશ ફડનીસ (Dinesh Phadnis)નું નિધન થયું છે. હાર્ટ એટેક બાદ દિનેશ કેટલાક દિવસોથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. જેણે આજે 5 ડિસેમ્બરે અંતિમ શ્વાસ લીધા છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં 7 ડિસેમ્બરે થશે સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન

PIC – Social Media

ટેલિવિઝન જગતમાંથી ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે. ફેમસ ક્રાઇમ શૉ CIDમાં ઈન્સ્પેક્ટર ફ્રેડિક્સનો રોલ નિભાવનાર અભિનેતા દિનેશ ફડનીસ (Dinesh Phadnis)નું નિધન થયું છે. હાર્ટ એટેકના કારણે દિનેશ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની હોસ્પિટલમાં દાખલ હતા. ત્યાં તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા. તેમજ તેની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું હતુ. ત્યારે આજે 5 ડિસેમ્બરે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. એક્ટરના નિધનને લઈ તેના ફેન્સમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

દિનેશ ફડનીસ છેલ્લા કેટલાક દિવસોથી આઈસીયુમાં જીવન અને મોત વચ્ચે લડી રહ્યાં હતા. પરંતુ આજે તેણે મુંબઈની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. દિનેશના અવસાનને તેના નજીક મિત્ર અને CIDના કો સ્ટાર દયાનંદ શેટ્ટીએ પુષ્ટિ આપી છે. દયાનંદ શેટ્ટી, દિનેશની ખૂબ નજીક હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર, દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે દિનેશનું નિધન મોડી રાત્રે થયું હતુ. તેઓએ મોડી રાત્રે 12 વાગ્યેને 5 મિનિટે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ એટેક આવ્યા બાદ તેઓ મુંબઈની Tunga હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં ઘણાં ડોક્ટર્સ તેની સરવાર કરી રહ્યાં હતા. પરંતુ 57 વર્ષની ઉંમરે તેઓએ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધુ હતુ.

દિનેશ ફડનીસના અંતિમ સંસ્કાર દોલત નગર સ્માશાન ઘાટ પર કરવામાં આવશે

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

CIDમાં ઈન્સ્પક્ટર ફ્રેડિક્સના રૂપે મળી વિશેષ ઓળખ

દિનેશ ફડનીસની વાત કરીએ તો પોપ્યુલર ટીવી શો CID દ્વારા તેઓને વિશેષ ઓળખ મળી હતી. આ શૉમાં તેઓ ઈન્સ્પેક્ટર ફ્રેડિક્સનું પાત્ર કરી રહ્યાં હતા. શૉમાં તેની ભુમિકાને ઘણી પસંદ કરવામાં આવી હતી. પરંતુ CID બાદ દિનેશ અચાનક ગાયબ થઈ ગયા હતા. તેઓને લઈ એવા સમાચાર હતા કે તેઓ એક્ટિંગ છોડી મરાઠી ફિલ્મોની સ્ક્રિપ્ટ લખવા લાગ્યા છે. દિનેશના ચાહકો તેઓને ફરી સ્ક્રીન પર જોવા ઈચ્છતા હતા પણ અફસોસ એ પહેલા દિનેશે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે.