એથલેટીકસ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથલેટીક્સ મિટ વર્ષ 2023-24 અંતર્ગત રાજકોટ જિલ્લાનું સિલેકશન ગત 31 ડિસેમ્બર 2023ના રોજ એથલેટીક ગ્રાઉન્ડ રેસકોર્સ રાજકોટ કરવામાં આવ્યું હતું.

Rajkot: મુંજકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રિય કક્ષાની દોડ માટે થયા પસંદ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: એથલેટીકસ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથલેટીક્સ મિટ વર્ષ 2023-24 અંતર્ગત રાજકોટ જિલ્લાનું સિલેકશન ગત 31 ડિસેમ્બર 2023ના રોજ એથલેટીક ગ્રાઉન્ડ રેસકોર્સ રાજકોટ કરવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ સ્પર્ધા અંતર્ગત રાજકોટ ખાતેથી અન્ડર 14, અન્ડર 16 તેમજ અન્ડર 18 વયજૂથમાં 600 મીટર, 400 મીટર દોડ, હાઈજંપ, લોંગજંપ, ગોળાફેક વગેરે રમતોમાં સિલેકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: આરઆરસી જયપુરમાં 1646 પદો માટે ભરતી, જાણો અરજીની પ્રક્રિયા

મુંજકા પ્રાથમિક શાળા-2ના વિદ્યાર્થીઓએ આ સિલેક્શનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. શાળાના ધોરણ 8ના વિદ્યાર્થી રાઠવા જયદીપ અંડર 14માં ગ્રુપ સી અંતર્ગત 600મીટર દોડ 2 મિનિટ 3 સેકન્ડમાં પૂરી કરી સમગ્ર રાજકોટ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ધોરણ 7ની વિદ્યાર્થીની મુંડીયા ચાર્મી અને પંચાસરા કોમલ ગ્રુપ બી અને સી માં ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી માસમાં વડોદરામાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે.

આ પ્રસંગે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચરમેન વિક્રમભાઈ પૂજારા, વાઇસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત તેમજ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.