જૂનાગઢના જંગલમાં જેતપુરની આરુણી સંકુલ, ચારણ સમઢીયાળાના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ સાહસિકતાના ગુણો કેળવતાં જોવા મળ્યાં હતા.

Jetpur News: જંગલમાં સાહસિકતાના ગુણો કેળવતાં જેતપુરની આરુણી સંકુલના વિદ્યાર્થીઓ

ખબરી ગુજરાત ગુજરાત

Jetpur News: જૂનાગઢના જંગલમાં જેતપુરની આરુણી સંકુલ, ચારણ સમઢીયાળાના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ સાહસિકતાના ગુણો કેળવતાં જોવા મળ્યાં હતા.

તા. 13-1-2024ના શનિવારના રોજ સવારથી જ ગરવા ગિરનારની ગોદમાં જોગણીયા ડુંગર પર 50 વિદ્યાર્થી તથા 25 વિદ્યાર્થીની ઓ દ્વારા જૂનાગઢનો આ ડુંગર પર ટ્રેક્કીંગ તથા એડવેન્ચરની મજા માણી હતી.

આ એડવેન્ચર કેમ્પમાં ક્લાઈમિંગ એટલે કે ખડક ચઢાણ રેપ્લિંગ એટલે કે ખડક ઉતરાણ કેવિંગ ગુફામાંથી સરકવું તથા રિવર ક્રોસિંગ જેવી વિવિધ પ્રકારની સાહસિક પ્રવૃત્તિઓનો લાભ વિદ્યાર્થીઓએ એક જ દિવસમાં ઉઠાવ્યો હતો.

અને કેમ્પમાં બધા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને અંતમાં બધાને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

આ સંપૂર્ણ કાર્યક્રમ જુનાગઢની માઉન્ટેન એડવેન્ચર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો હતો.

તથા આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના શિક્ષકો હરી સર, અજય સર, એકતા મેમ, ડેનીસા મેમ અને આરતી મેમે પુરી જહેમત ઉઠાવી હતી.

અને સંસ્થાના ટ્રસ્ટી પરેશભાઈ થતા કિશનભાઈએ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો: આ વર્ષમાં કયા દિવસે આવશે સંકષ્ટી ચતુર્થી, જાણો તારીખ

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.