હરિયાણામાં સ્કુલ બસ બની દુર્ઘટનાનો ભોગ, 6 બાળકોના મોત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

School Bus Accident : હરિયાણાના મહેન્દ્રગઢમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 6 બાળકોના મોત થયા છે. અહીં એક સ્કુલ બસ દુર્ઘટનાનો ભોગ બની છે. દુર્ઘટનામાં બે દર્ઝનથી વધુ બાળકો ઘાયલ થયા છે. જેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

આ પણ વાંચો – હાર્દિક પંડ્યાને તેના ભાઈએ જ લગાવ્યો કરોડો ચૂનો

School Bus Accident : હરિયાણાના મહેન્દ્રગઢમાં એક સ્કુલ બસ દુર્ઘટનાગ્રસ્ત થતા 6 બાળકોના મોત થયા છે. ગુરુવારે સવારે સ્કુલ બસ બેકાબુ થઈને પલટી ગઈ હતી. બસમાં આશરે 35 થી 40 બાળકો સવાર હતા. આ દુર્ઘટનામાં 6 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેથી તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પરંતુ, 5 બાળકોના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે 6 બાળકોમાંથી એકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. પરંતુ તે પણ જીદંગીની જંગ હારી ગયો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પોલીસ અનુસાર મહેન્દ્રગઢ જિલ્લાના કનીના-દાદરી રોડ પર દુર્ઘટના સર્જાઈ છે. દુર્ઘટનાગ્રસ્ત બસ એક ખાનગી શાળાની છે. દુર્ઘટનામાં આશરે 15 બાળકો ઘાયલ થયા છે.

પોલીસે તપાસ શરૂ કરી

જણાવાય રહ્યું છે, કે દુર્ઘટના સમયે આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોનો દાવો છે કે, બસ ડ્રાઇવર નશાની હાલતમાં હતો. થોડીવારમાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ઘાયલ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોના આરોપને લઈ પોલીસ તપાસ કરી રહી છે કે, બસ ડ્રાઇવર નશામાં હતો કે નહિ.

35 થી 40 બાળકો હતા બસમાં સવાર

મળતી માહિતી અનુસાર, આ સ્કુલ બસ ઉન્હાની ગામ પાસે પલટી ખાઈ હતી. આ બસ ખાનગી સ્કુલ જીએલ પબ્લિક સ્કુલની હતી. જણાવાઈ રહ્યું છે કે આજે જાહેર રજા હોવા છત્તા બાળકોને શાળાએ લઈ જવામાં આવી રહ્યાં હતા અને બાળકોને લેવા માટે સ્કુલ બસ મોકલવામાં આવી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દુર્ઘટનાગ્રસ્ત બસનો વીડિયો

દુર્ઘટના બાદ બાળકોનું રેસ્ક્યુ કરતા સ્થાનિકો લોકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અકસ્માત બાદ બસનું પડીકુ વળી ગયુ છે. આજુબાજુ લોહી લુહાણ બાળકો જોઈ શકાય છે. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યાં છે.