રાજ કુન્દ્રા અને વિવાદ સિક્કાની બે બાજુ, જાણો કુન્દ્રાના કાળા કારનામા

ખબરી ગુજરાત મનોરંજન

Raj Kundra : શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા ફરી વિવાદોમાં આવ્યાં છે. આ વખતે ઈડીની કાર્યવાહીનો તેઓ ભોગ બન્યાં છે. આ મામલે તેની 97.79 કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે. આ પહેલા પણ તેઓ વિવાદોમાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચો – ગુજરાતમાં AAPને બેવડો ઝટકો, આ યુવા નેતાઓએ ધર્યુ રાજીનામું

PIC – Social Media

Raj Kundra : બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. ઈડી દ્વારા રાજ કુન્દ્રાની 97.79 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકત જપ્ત કરવામાં આવી છે. ઈડી એ મની લોન્ડ્રીંગ કેસ અંતર્ગત આ કાર્યવાહી કરી છે. આ પહેલીવાર નથી કે રાજ કુંદ્રા વિવાદોમાં રહ્યાં હોય. વિવાદ અને રાજ કુંન્દ્રાને જુનો સંબંધ છે. આ પહેલા પણ ઘણાં કેસમાં તેઓ ફસાઈ ચૂક્યા છે. એક કેસમાં તો તેઓએ જેલની હવા પણ ખાવી પડી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રાજ કુન્દ્રાએ જવુ પડ્યું હતુ જેલ

ફેબ્રુઆરી 2021માં મુંબઈ પોલીસે એક પોર્ન રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ફેબ્રુઆરીમાં અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવાના આરોપમાં કેસ દાખલ કરાયો હતો. ત્યાર બાદ પોલીસ કાર્યવાહી શરૂ કરી હતી. અને અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યાં હતા. તે દરમિયાન પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. તેની પૂછપૂરછમાં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતુ. તેના આધારે રાજ કુન્દ્રાની ધરપકડ પણ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રા પર મોડલ પૂનમ પાંડે, અભિનેત્રી અને મોડલ શર્લિન ચોપડા અને અભિનેત્રી સાગરિકા શોના સુમને પણ ઘણાં ગંભીર આરોપો લગાવ્યા હતા. રાજ કુન્દ્રા આ પોર્નોગ્રાફી કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે.

સ્પોટ્સ ફિક્સિંગમાં આવ્યુ નામ

રાજ કુન્દ્રાએ ક્રિકેટ દ્વારા પૈસા કમાવાની લ્હાયમાં આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટીમ પોતાની પત્ની શિલ્પા શેટ્ટી સાથે મળીને ખરીદી હતી. પરંતુ 2013માં ટીમના ખેલાડી એસ. શ્રીસંત, અજીત ચંડેલા અને અંકિત ચૌહાણ મેચ ફિક્સિંગમાં ફસાયા હતા અને તેઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે ટીમના માલિક કુન્દ્રા અને આઈસીસી ચીફ શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન પર પણ સ્પોટ ફિક્સિંગ અને સટ્ટેબાજી કરવાના ગંભીર આરોપ લાગ્યા હતા. ત્યાર બાદ તેની ટીમ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તેને ક્રિકેટ સંબંધિત કોઈપણ ઇવેન્ટમાં જવાની મનાઈ હતી. જો કે, બાદમાં પુરાવાના અભાવે કુન્દ્રાને ક્લિન ચિટ મળી ગઈ હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

97.79 કરોડની સંપતિ જપ્ત

પોર્નોગ્રાફી કેસમાં જેલની હવા ખાધા પછી, ક્રિકેટ સ્પોટ ફિક્સિંગ અને સટ્ટા બાદ હવે બિટકોઈન પોંઝી સ્કેમ કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ વિરુદ્ધ એજન્સીએ કાર્યવાહી કરી છે. ઈડીની મુંબઈ બ્રાન્ચે પીએમએલએ એક્ટ અંતર્ગત શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજકુંદ્રાની 97.79 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી છે. એક અહેવાલ અનુસાર રાજ કુંદ્રાની નેટવર્થ 2800 કરોડ રૂપિયાથી વધુ છે. તેની સાથે જ તેની પત્ની અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની વાત કરીએ તો તેની નેટવર્થ 150 કરોડ રૂપિયા જણાવાઈ રહી છે.