37th National Games: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગોવાના મડગાવમાં 37માં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું. 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી ચાલનારા આ રમતોત્સવમાં વિવિધ રમતોના 10,000 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. ગોવામાં જન્મેલા ભારતીય વ્યાવસાયિક પવન સર્ફર કાત્યા ઇડા કોએલ્હોએ વડાપ્રધાનને મશાલ સોંપી.

PM નરેન્દ્ર મોદીએ ગોવામાં 37મી નેશનલ ગેમ્સનું કર્યું ઉદ્ઘાટન

ખબરી ગુજરાત રમતગમત

Dinesh Rathod, Gujarat, Khabri media
37th National Games: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગોવાના મડગાવમાં 37માં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું. 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી ચાલનારા આ રમતોત્સવમાં વિવિધ રમતોના 10,000 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. ગોવામાં જન્મેલા ભારતીય વ્યાવસાયિક પવન સર્ફર કાત્યા ઇડા કોએલ્હોએ વડાપ્રધાનને મશાલ સોંપી.

ફાટોરડાના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ભવ્ય ઉદઘાટન સમારોહમાં સુખવિંદર સિંઘ અને હેમા સરદેસાઈ સહિતના પ્રખ્યાત કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમાં ભાગ લેનાર 28 ટીમોના એથલીટોએ પરેડ કરી હતી. આ સમારોહ રાષ્ટ્રીય એકતાની થીમ પર આધારિત હતો. જેમાં 600 કલાકારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 28 સ્થળોએ 43 સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મડગાવના પંડિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં 37મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન, તેમણે ગોવાના ભરપૂર વખાણ કર્યા અને 37મી નેશનલ ગેમ્સ માટે બધાને અભિનંદન આપ્યા. તેમણે ગોવામાં ફૂટબોલના ક્રેઝની પણ પ્રશંસા કરી હતી.

આ દરમિયાન પીએમએ કહ્યું, “રમત-ગમતમાં ભારતની સફળતા દેશની એકંદર સફળતાની વાર્તાથી અલગ નથી. ભારત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે અને તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે અને આ છેલ્લા 30 દિવસમાં દેશની ઉપલબ્ધિ પરથી જોઈ શકાય છે.”

તેમણે કહ્યું, “કોઈ પણ દેશમાં રમત-ગમત ક્ષેત્રનો વિકાસ તે દેશની અર્થવ્યવસ્થાની પ્રગતિ સાથે સીધો સંબંધ ધરાવે છે. જ્યારે કોઈ દેશમાં નકારાત્મકતા અને નિરાશા હોય છે, ત્યારે તેની અસર જમીન પર અને જીવનમાં દેખાય છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “રાષ્ટ્રીય રમતો એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ભારતીય એથ્લેટ વિશ્વ સ્તરે નવો ઈતિહાસ લખી રહ્યા છે…”

તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે “આ રાષ્ટ્રીય રમતો તમામ ખેલાડીઓ માટે એક મજબૂત ‘લૉન્ચ પેડ’ છે, તમામ ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે અને તમામ જૂના રેકોર્ડ તોડવા પડશે…”

વડાપ્રધાને કહ્યું હતું કે “ભારતમાં રમતગમતની પ્રતિભાની કોઈ કમી નથી; દેશે ઘણા ચેમ્પિયન પેદા કર્યા છે. 2014 પછી, અમે દેશના રમતગમતના માળખા, પસંદગી પ્રક્રિયા અને એથ્લેટ્સને ટેકો આપતી નાણાકીય યોજનાઓમાં પરિવર્તન લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે.”

આ પણ વાંચો: Rajkot: રાજકોટમાં પ્રથમવાર થશે નૃત્ય કલાના કલાકારો માટે “કલ કે કલાકાર” કાર્યક્રમનું આયોજન

તેમણે કહ્યું, “મેં IOCને ખાતરી આપી છે કે ભારત 2030માં યુથ ઓલિમ્પિક અને 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા માટે તૈયાર છે. 2036 સુધીમાં, ભારત એક મોટી આર્થિક શક્તિ બની જશે, અને દેશમાં ઘણો મોટો મધ્યમ વર્ગ હશે. ભારત અવકાશથી લઈને રમત-ગમત સુધી દરેક જગ્યાએ સફળ થશે. ભારત આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવા તૈયાર છે અને તેથી જ ત્યાં સુધીમાં ઓલિમ્પિક પણ આપણા માટે સરળ બની જશે.”