કાઝીરંગા નેશનલ પાર્કમાં પીએમ મોદીએ કરી હાથીની સવારી, જુઓ વિડિયો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

PM Modi Kaziranga Visit : પીએમ મોદી આજે કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેઓએ હાથી પર સવારી કરી. પીએમ મોદીએ હાથી પર સવારી કરતા વિડિયો સામે આવ્યાં છે.

આ પણ વાંચો – જલ્દી કરો…UG NEET પરીક્ષા ફોર્મ ભરવા માટે આજે અંતિમ તારીખ

PM Modi Kaziranga Visit : પીએમ મોદી આજે આસામના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ આજે સવારે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ હાથી પર સવારી પણ કરી હતી. પીએમ મોદીનો હાથી પર સવારીનો વિડિયો પણ સામે આવ્યો છે. આસામ ઉપરાંત પીએમ મોદી આજે કુલ 4 રાજ્યોની મુલાકાત લેશે. પીએમ મોદી આજે આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળની સાથે યુપીની મુલાકાત લેશે. પીએમ મોદીએ પોતાના પ્રવાસની શરૂઆત આસામથી કરી છે. આજે સવારે પીએમ મોદી આસામના કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. અહીં તેણે પોતાના દિવસની શરૂઆત એલિફન્ટ સફારીથી કરી હતી. પીએમ મોદીએ હાથી પર સવારી પણ કરી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પીએમ હાથી અને જીપમાં સવાર થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં હાથી અને જીપ સફારી લીધી. તમને જણાવી દઈએ કે પીએમ મોદીની હાથી સફારી સવારે 5.45 વાગ્યે શરૂ થઈ હતી. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઈટની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ પાર્કની ‘સેન્ટ્રલ કોહોરા રેન્જ’ના મિહિમુખ વિસ્તારમાં હાથીની સવારી લીધી અને પછી તે જ રેન્જની અંદર જીપ સફારી પર ગયા. તેમની સાથે બાગાયત નિયામક સોનાલી ઘોષ અને અન્ય વરિષ્ઠ વન અધિકારીઓ પણ હતા. વડાપ્રધાન રાજ્યની બે દિવસીય મુલાકાતે શુક્રવારે સાંજે કાઝીરંગા પહોંચ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સ્ટેચ્યુ ઓફ વેલરનું ઉદ્ઘાટન કરશે પીએમ

પીએમ મોદી બપોરે જોરહાટ પરત ફરશે અને મહાન અહોમ કમાન્ડર લચિત બોરફુકનની 125 ફૂટ ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ વેલર’નું ઉદ્ઘાટન કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોદી ત્યારબાદ જોરહાટમાં મેલેંગ મેતેલી પોથરની મુલાકાત લેશે, જ્યાં તેઓ આશરે રૂ. 18,000 કરોડના કેન્દ્ર અને રાજ્યના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન એક જનસભાને પણ સંબોધિત કરશે અને ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળ જવા રવાના થશે.