ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલ (Silkyara Tunnel)માં ફસાયેલા 41 મજૂરોને બચાવી લેવાયા છે. જે બાદ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી

સિલક્યારાની સફળતાને લઈને પીએમ મોદી થયા ઈમોશનલ, કરી આ વાત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Silkyara Tunnel Success: ઉત્તરકાશીમાં (Uttarkashi) સિલક્યારા ટનલ (Silkyara Tunnel)માં ફસાયેલા 41 મજૂરોને બચાવી લેવાયા છે. જે બાદ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી (PM Modi)એ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું, અમારા શ્રમિક ભાઈઓના બચાવ અભિયાનની સફળતા દરેકને ભાવુક કરી રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શ્રમિકોએ ધીરજ અને હિંમત બતાવી

તેણે એમ પણ લખ્યું કે, હું સુરંગમાં ફસાયેલા મિત્રોને કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે. હું તમારા બધા શ્રમિકોના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.

PMએ કહ્યું, લાંબી રાહ પછી પ્રિયજનોને મળીશું

ઈમોશનલ પોસ્ટ શેર કરતા પીએમ મોદીએ કહ્યું કે આ ખૂબ જ સંતોષની વાત છે કે લાંબી રાહ જોયા બાદ હવે અમારા આ મિત્રો તેમના પ્રિયજનોને મળશે. આ તમામ લોકોના પરિવારજનોએ આ પડકારજનક સમયમાં સંયમ અને હિંમત દાખવી છે, જેની જેટલી પ્રશંસા કરો તે ઓછી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PMએ કહ્યું, હું બચાવ કાર્યમાં જોડાયેલા તમામ લોકોને સલામ કરું છું

PM એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું, ‘હું આ બચાવ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોની ભાવનાને પણ સલામ કરું છું. તેમની બહાદુરી અને નિશ્ચયએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદભૂત ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, મને જાણીને આનંદ થયો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેમણે કહ્યું કે, સિલક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે તે જાણીને મને રાહત અને આનંદની લાગણી થઈ રહી છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.

આ પણ વાંચો: મિશન સિલક્યારા ટનલ થયું સફળ, 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા