નરસંહાર : પતિએ પત્ની અને 7 બાળકોને કુહાડીથી કાપી નાખ્યા

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Pakistan Massacre : પાકિસ્તાનમાં હચમચાવી નાખતો ભીષણ હત્યાકાંડ સામે આવ્યો છે. આર્થિક રીતે કંગાળ શખ્સે પોતાના જ પરિવારનુ કાસળ કાઢી નાખ્યું છે. આરોપીએ કહ્યું કે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે પરિવારનું ભરણ પોષણ કરી શકતો નહોતો.

આ પણ વાંચો – કચ્છ : ડિવાઇડર સાથે અથડાઈ તુફાન, 3 લોકોના મોત

PIC – Social Media

Pakistan Massacre : પાકિસ્તાનમાં એક ભીષણ નરસંહારની ઘટના સામે આવી છે. આર્થિક તંગીથી કંટાળી એક શખ્સે પોતાના 7 બાળકો અને પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી. આ ઘટનામાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જણાવાઈ રહ્યું છે કે સજ્જાદ ખોખર નામનો વ્યક્તિ પોતાના બાળકો અને પત્નીનું ભરણ-પોષણ કરી શકતો નહોતો, જેના કારણે તેણે પોતાના પરિવારનું કાસળ કાઢી નાખ્યું. નોંધનીય છે કે પાકિસ્તાનથી સતત સમાચાર સામે આવી રહ્યાં છે કે દેશમાં દવા અને ખોરાક જેવી જીવન જરૂરી વસ્તુઓનો ભાવ આસમાને પહોંચ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પીટીઆઈના અહેવાલ અનુસાર આ ઘટના પાકિસ્તાનના પંજાબ વિસ્તારની છે. આરોપી સજ્જાદ ખોખરે 7 બાળકો સાથે પત્નીની હત્યા કરી નાખી છે. જણાવાઈ રહ્યું છે કે, પૈસાની તંગીથી આરોપી પરેશાન હતો. જેના કારણે પત્ની સાથે સતત ઝઘડા થતા હતા. આ નરસંહાર બાદ પંજાબ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં સજ્જાદની 42 વર્ષીય પત્ની કૌસર, ચાર દીકરીઓ અને 3 દિકારાના મોત થયા છે.

આરોપીએ પોલીસને શું કહ્યું?

પોલીસે મીડિયાને જણાવ્યું કે આરોપીએ પોતાના પરિવારની કુહાડીના ઘા ઝીંકી હત્યા નીપજાવી છે અને આરોપીએ પોતાનો ગુનો કબુલ કર્યો છે. આરોપીનું કહેવું છે કે તે પોતાના બાળકો અને પત્નીનું ભરણ પોષણ નહોતો કરી શકતો. જેના કારણે તેણે પરિવારની હત્યા કરી નાખી. આ ઘટનાએ પાકિસ્તાન સહિત આખી દુનિયાને હચમચાવી નાખી છે. આ ઘટનાથી એ સાબિત થાય છે કે પાકિસ્તાનની હાલત કઈ હદે ખરાબ થઈ ગઈ છે. સામાન્ય જનતા આર્થિક રીતે કંગાળ થતા પોતાના જ પરિવારની હત્યા કરવા માટે તૈયાર થઈ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઈમરાન ખાને પાકિસ્તાન સરકારને લખ્યો પત્ર

બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને આદિયાલા જેલમાંથી સરકારને પત્ર લખ્યો છે. તેમાં તેણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા કરી છે. ઇમરાને કહ્યું કે આર્થિક સ્થિરતા વગર કોઈ પણ દેશનું સંચાલન ન થઈ શકે. તેઓએ પાકિસ્તાનના હાલના રાજકીય ઘટનાક્રમ અને વર્ષ 1971ની ઢાકા દુર્ઘટના વચ્ચે તુલના કરી છે. ઇમરાને પાકિસ્તાનમાં ઢાકા દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરી છે.