ડોલી ચાવાળાનું હાલી ગ્યું…, બિલ ગેટ્સે માણી ચાની મજા

ખબરી ગુજરાત બિઝનેસ

Bill Gates Viral Video : બિલ ગેટ્સે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડિયો શેઅર કરતા જ તે વાયરલ થઈ ગયો છે. આપને જાણીને નવાઈ લાગશે કે આ વિડિયો બીજા કોઈનો નહિ પણ નાગપુરના એક ચાવાળાનો છે…

આ પણ વાંચો – દીપિકા રણવીર ઘરે ગુંજશે કિલકારીઓ, દીપિકાએ આપ્યા ગુડ ન્યુઝ

PIC – Social Media

Bill Gates Viral Video : સોશિયલમ મીડિયા બિલકુલ ક્રિકેટની જેમ Unexpected છે. જેમ ક્રિકેટમાં ક્યારે ગેમ ચેન્જ થઈ જાય તેની ખબર નથી પડતી, એવું જ કંઇક સોશિયમ મીડિયામાં છે. સોશિયલ મીડિયા ક્યારે શું જોવા મળે તેનુ અનુમાન લગાવુ મુશ્કેલ છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. વીડિયો જોયા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. વિડિયો જોયા પછી તમને પણ નવાઈ લાગશે. તો ચાલો હવે તમને જણાવીએ કે વિડિયોમાં શું જોવા મળે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

બિલ ગેટ્સે વિડિયો કર્યો શેઅર

આ દુનિયામાં ભાગ્યે જ કોઈ હશે જે બિલ ગેટ્સને જાણતા ન હોય. તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો છે જેણે ઈન્ટરનેટ પર ધુમ મચાવી દીધી છે. વિડિયોમાં સૌથી પહેલા તમે તેને ‘એક ચા પ્લીઝ’ કહેતા જોશો. આ પછી આ નજારો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. બિલ ગેટ્સ નાગપુરમાં ડોલી ચાયવાલા (Dolly Chaiwala) પાસેથી ચા બનાવડાવતા જોવા મળે છે. વિડિયો શેર કરતી વખતે બિલ ગેટ્સે (Bill Gates) કેપ્શનમાં લખ્યું, ‘ભારતમાં તમે દરેક જગ્યાએ નવીનતા શોધી શકો છો, ચાના સાદા કપમાં પણ.’

તમને જણાવી દઈએ કે ડોલી ઘણા વર્ષોથી નાગપુરમાં ચાની સ્ટોલ ચલાવે છે. પોતાની અનોખી રીતે ચા બનાવતી વખતે તેણે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પોસ્ટ કર્યા જે ખૂબ વાયરલ થયા. તે પછી તે ડોલી ચાયવાલાના નામથી પ્રખ્યાત થઈ ગયો. પરંતુ આટલા ફેમસ થયા પછી પણ ડોલી ચાયવાલાએ ભાગ્યે જ વિચાર્યું હશે કે એક દિવસ તેને બિલ ગેટ્સનો ફોન આવશે અને તેને ચા બનાવવાનો મોકો મળશે. બિલ ગેટ્સે આ વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જ તે તરત જ વાયરલ થઈ ગયો. લોકો પોતપોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સ્વિગીએ પણ પ્રતિક્રિયા આપી

આ આર્ટિકલ લખાય છે ત્યાં સુધી આ વિડિયોને 15 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ સ્વિગીએ કોમેન્ટ કરી અને પૂછ્યું- બિલ કેટલું આવ્યું? એક યુઝરે લખ્યું- તે પૃથ્વી પરનો સૌથી નસીબદાર માણસ છે. અન્ય એક યુઝરે લખ્યું- આ જોઈને દરેક ભારતીય આશ્ચર્યચકિત છે. ત્રીજા યુઝરે લખ્યું- ભારત પ્રખ્યાત ચાવાળાથી જ છે.