Bilkis Bano Case : દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં સરેન્ડરનો આદેશ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Bilkis Bano Case : સુપ્રીમ કોર્ટે (Supreme Court) બિલકિસ બાનુ કેસ (Bilkis Bano Case)ના દોષિતોને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને 21 જાન્યુઆરી સુધી સરેન્ડર કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે અરજીમાં જણાવામાં આવેલા કારણો પાયાવિહોણા છે. તે માટે અરજીને રદ્દ (Cancellation of application) કરવામાં આવે છે.

આ પણ વાંચો : કોંચિંગ સેન્ટરને લઈ શું છે સરકારની માર્ગદર્શિકા? જાણો એક ક્લિકમાં

PIC – Social Media

બિલકિસ બાનુ કેસમાં (Bilkis Bano Case) દોષિતોને સરેન્ડરમાંથી રાહત આવા સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઈનકાર કર્યો છે. કોર્ટે 11માંથી 10 દોષિતોની અરજીને રદ્દ (Application)કરી છે. જેમાં અલગ અલગ કારણ દર્શાવતા સરેન્ડર માટે હાલ પૂરતી રાહત આપવા માંગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરથાનાએ કહ્યું કે અરજીને રેકર્ડમાં લઈ લેવામાં આવી છે. તે દરમિયાન બેન્ચે કર્યું કે અરજીમાં કોઈ દમ નથી. તેથી અરજી રદ્દ કરવામાં આવે છે. તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધી સરેન્ડર (Surrender) કરવું પડશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જણાવી દઈએ કે બિલકિસ બાનું કેસમાં 11માંથી 10 દોષિતોને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પીડિતાની સાથે બળાત્કાર અને તેના પરિવારજનોની હત્યા મામલે આજીવન કારાવાસની સજાના 10 દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. દોષિતોએ આત્મ સમર્પણ (Surrender) કરવા માટે વધુ સમય આપવા અરજી કરી હતી. આ અરજીઓ પર શુક્રવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી અને તમામ અરજીઓને ફગાવી દીધી હતી.

આ અરજીઓ પર થઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

  1. ગોવિંદભાઈ નાઈએ કોર્ટમાં કહ્યું હતુ, કે તેના પિતાની ઉંમર 88 વર્ષ અને માતાની ઉંમર 75 વર્ષ છે. તેઓ તેને સાચવનાર એકલા જ વ્યક્તિ છે.
  2. રમેશભાઈ રૂપાભાઈ ચંદનાએ કહ્યું હતુ, કે તેણે પોતાના દિકરાના લગ્નની વ્યવસ્થા કરવી છે.
  3. મિતેશ ચિમનલાલ ભટ્ટે કહ્યું હતુ, કે તેનો શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે. આત્મ સમર્પણ પહેલા તેઓ ખેતીનું કામ પૂર્ણ કરવા માંગે છે.
  4. પ્રદિપ રમણલાલ મોઢિયાએ કહ્યું હતુ, કે હાલ તેઓના ફેફસાની સર્જરી થઈ છે અને તેને સાજા થવા સુધીનો સમય જોઈએ છે.
  5. બિપિનચન્દ્ર કનૈયાલાલ જોશીએ કહ્યું હતુ, કે હાલમાં તેમના પગની સર્જરી થતા તેઓ આંશિકરૂપે વિકલાંગ છે.
  6. જશવંતભાઈ ચતુરભાઈ નાઈએ કહ્યું, હતુ કે તેને શિયાળુ પાકની મોસમ પૂરી કરવી છે.
  7. રાધેશ્યામ ભગવાનદાસ શાહે કહ્યું, કે તેઓને વૃદ્ધ માબાપનું ધ્યાન રાખવું છે. તેનો એક દિકરો કોલેજમાં છે એટલે માટે તેને આત્મસમર્પણ કરતા પહેલા પોતાના પરિવાર માટે આર્થિક વ્યવસ્થા કરવી પડશે.
  8. કેશરભાઈ ખિમાભાઈ વોહનિયાએ વૃદ્ધવસ્થાનું બહાનું બતાવી કહ્યું હતુ કે તેના દીકરાના લગ્ન નક્કી થયા છે.
  9. શૈલેષભાઈ ચિમનલાલ ભટ્ટે વૃદ્ધવસ્થા, પરિવારમાં લગ્ન અને શિયાળુ પાકની મોસમનું બહાનું બતાવ્યું હતુ.
  10. રાહુભાઈ બાબુલાલ સોનીએ માંની વૃદ્ધાવસ્થા અને પત્નની સર્જરી તેમજ સ્વાસ્થ્ય સમસ્યાનોએ ટાંકી હતી.
  11. બકાભાઈ ખિમાભાઈએ આત્મસમર્પણ માટેનો સમય લંબાવાની માંગ કરવા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો નહોતો.

    ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો