કેન્દ્રીય કર્મચારી બનવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

Recruitment in Railways : રેલવેમાં બમ્પર ભરતી નિકળી છે. જે ઈચ્છુક ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તે ઓફિસિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.

આ પણ વાંચો – બિહાર : લખીસરાયમાં ઓટો અને ટ્રક વચ્ચે અકસ્માત, 9 લોકોના મોત

PIC – Social Media

Recruitment in Railways : ઇન્ડિયન રેલવેમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રેલવે ભરતી બોર્ડે 9000 ટેક્નિશિયનની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે. તે સત્તાવાર આરઆરબી વેબસાઇટ દ્વારા અરજી પ્રક્રિયા શરૂ કર્યા બાદ અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 9 માર્ચથી શરૂ થશે અને અરજી જમા કરવાની અંતિમ તારીખ 8 એપ્રિલ છે. આ માટે ડિટેલ વેકન્સી 9 માર્ચે તમામ આરઆરબીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ખાલી જગ્યા

9000 ખાલી જગ્યાઓ ભરવા માટે આ ભરતી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાંથી 1100 ખાલી જગ્યાઓ ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ માટે છે અને 7900 જગ્યાઓ ટેકનિશિયન ગ્રેડ III સિગ્નલ માટે છે.

વય મર્યાદા

આપને જણાવી દઈએ કે, ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ માટે, ઉમેદવારોની મહત્તમ ઉંમર 18 થી 36 વર્ષની વચ્ચે હોવી જોઈએ, અને ટેકનિશિયન ગ્રેડ IIIની પોસ્ટ માટે, ઉમેદવારોની મહત્તમ ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અરજી ફી

આ જગ્યાઓ માટે અરજી કરનારા SC/ST, ભૂતપૂર્વ સૈનિક, PWD, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹ 250 છે. તેમજ અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી ₹500 છે.

લાયકાત

આ ભરતી માટેની વિગતવાર શૈક્ષણિક લાયકાત સત્તાવાર RRB વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે.