ICCની વર્લ્ડ કપ પ્લેઇંગ-11 જાહેર, જાણો ક્યાં ભારતીય ખેલાડીને મળ્યું સ્થાન

ખબરી ગુજરાત રમતગમત

Jagdish, Khabri Media Gujarat

ICC World Cup Playing 11 : આઈસીસી વર્લ્ડ કપ 2023એ પોતાની પ્લેઇંગ 11ની જાહેરાત કરી દીધી છે. આશરે દોઢ મહિના ચાલેલા આ ટૂર્નામેન્ટમાં દમદાર પ્રદર્શનના આધારે આઈસીસીએ પોતાની પ્લેઇંગ 11માં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે. જો કે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સને જ બહાર મુકે દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના સપોર્ટમાં ઉતર્યાં બોલિવુડ સ્ટાર્સ, જુઓ શું કહ્યું?

PIC – Social Media

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વર્લ્ડ કપ 2023ની પોતાની એક પ્લેઇંગ 11 જાહેર કરી છે. આશરે દોઢ મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે આઈસીસીએ પોતાની પ્લેઈંગ 11માં 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે.

આશ્ચર્યની વાત તો એ છે, કે આ ટીમમાં ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સ બહાર થઈ ગયા છે. આસીસીએ પોતાની આ પ્લેઇંગ 11માં રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો છે.

રોહિત સિવાય ભારતના અન્ય 5 ખેલાડીઓમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શામીને સામેલ કર્યા છે. જ્યારે 12માં ખેલાડી તરીકે સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ગેલાર્ડ કોએત્જીને રાખવામાં આવ્યો છે.

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનના એક પણ ખેલાડીને સ્થાન નહિ

આ પ્લેઈંગ 11માં ભારતીય ખેલાડીઓ સિવાય સાઉથ આફ્રિકાના વિકેટ કિપર અને ઓપનર ક્વિન્ટન ડિકૉકને પણ સ્થાન મળ્યું છે. જ્યારે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમના બે જ ખેલાડીને પ્લેઈંગ 11માં જગ્યા મળી છે. જેમાં ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને સ્પિનર એડમ જામ્પાનું નામ છે.

આ પણ વાંચો : India VS Australia T20: આ દિવસે રાયપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે

આ સિવાય ન્યૂઝીલેન્ડના ડેરેલ મિચેલને મિડલ ઓર્ડરમાં સ્થાન મળ્યું છે. બોલિંગમાં શ્રીલંકાના ઝડપી બોલર દિલશાન મદુશંકાને પ્લેઈંગ 11 માટે પસંદ કરવામાં આવ્યાં છે. બીજી બાજુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ અને બાંગ્લાદેશના એકપણ ખેલાડીને પ્લેઈંગ 11માં જગ્યા મળી નથી.

ICCની વર્લ્ડ કપની પ્લેઈંગ 11

ક્વિન્ટન ડિકૉક, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ડેરેલ મિચેલ, કેએલ રાહુલ, ગ્લેન મેક્સવેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, દિલશાન મદુશંકા, એડમ જામ્પા અને મોહમ્મદ શમી.