MI vs CSK : રોહિતની સદી, પણ… ધોનીના 3 છગ્ગા બન્યા ગેમ ચેન્જર

ખબરી ગુજરાત રમતગમત

MI vs CSK : ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ રવિવારે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને 20 રને હાર આપી છે. રોહિત શર્માએ 63 બોલમાં સૌથી વધુ અણનમ 105ની ઇનિંગ રમી. પણ ટીમને જીત અપાવી શક્યા નહોતા. મેચમાં ધોનીએ 3 છક્કા ફટકારતા 4 બોલમાં 20 રન બનાવ્યાં હતા.

આ પણ વાંચો – 15 April 2024 : જાણો, આજનું રાશિફળ

PIC – Social media

MI vs CSK : ઈન્ડિયન પ્રિમીયર લિગ (IPL) 2024 સિઝનમાં રવિવારે (14 એપ્રિલ) ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે ભારે રોમાંચક મેચ રમાઈ રહી હતી. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 4 બોલમાં 20 રન બનાવ્યાં હતા જો કે આ 20 રનને કારણે આખી મેચ ચેન્નાઈના પક્ષમાં ગઈ હતી. એમ કહી શકાય કે ધોનીના 3 છગ્ગા રોહિતની સદી પર ભારે પડી ગયા હતા. એ જ 20 રનના કારણે મુંબઈને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.

રોહિતની 105 રનની અણનમ ઇનિંગ

આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 63 બોલમાં અણનમ 105 રનની ફટકારી સદી બનાવી હતી. પરંતુ તેની સદી ટીમને જીત અપાવી શકી નહિ. રોહિત બીજા છેડે જોરદાર બેટિંગ કરી રહ્યાં હતા પરંતુ તેનો સાથ કોઈ નિભાવી શક્યું નહિ. અને બીજા છેડેથી પોતાની ટીમને હારતી જોઈ રહ્યાં હતા.

મેચમાં ટોસ જિત્યા બાદ મુંબઈએ ચેન્નાઈને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ચેન્નાઈની ટીમ 19.2 ઓવરમાં 186 રન બનાવી શકી હતી. ઇનિંગના માત્ર 4 બોલ બાકી હતા અને ધોની ક્રિઝ પર બેટિંગ માટે ઉતર્યા હતા. અંતિમ ઓવર મુંબઈના કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નાખી રહ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social media

ધોનીએ ફટકારી હેટ્રિક ઓફ સિક્સ

ધોનીએ મેદાનમાં આવતા જ સતત 3 સિક્સ ફટકારી હતી અને સ્કોરને 200ને પાર પહોંચાડી દીધો હતો. ત્યાર બાદ અંતિમ બોલમાં ધોનીએ 2 રન લીધા. આ રીતે ધોનીએ પોતાની ઇનિંગમાં 4 બોલ રમી 20 રન બનાવ્યા. એ જ રન અસલી જીતનું અંતર સાબિત થયું. કેમ કે મુંબઈએ પણ 20 ઓવરમાં 6 વિકેટ પર 186 રન બનાવી દીધા હતા. જો ધોનીએ આ 20 રન ન બનાવ્યા હોત તો પરિણામ કંઈ જુદુ હોત. કેમ કે રોહિત શર્મા સદી ફટકારી અંત સુધી અણનમ રહ્યા હતા. પરંતુ જ્યારે ધોનીએ આ 3 છક્કા ફટકાર્યા, ત્યારે આખુ વાનખેડે સ્ટેડિયમ મોજમાં આવી ગયુ હતુ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પથિરાનાની પાવરફૂલ બોલિંગ

મેચમાં ચેન્નાઈએ 207 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. જેના જવાબમાં મુંબઈની ટીમ 6 વિકેટ ગુમાવી 186 રન બનાવી શકી હતી. 105 રનની ઇનિંગ રમનાર રોહિત શર્મા મેચના અંત સુધી એક છેડે ઉભા રહ્યાં પણ બીજા છેડેથી કોઈ બેટ્સમેન તેનો સોથ નિભાવી શક્યો નહિ. બીજી બાજુ ચેન્નાઈ ટીમના ઝડપી બોલર મથીશા પથિરાનાએ 4 વિકેટ ઝડપી મેચની બાજી પલટી નાખી હતી. પથિરાનાએ ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને રોમારિયો શેફર્ડને પોતાના શિકાર બનાવ્યા. મુંબઈ માટે રોહિત સિવાય તિલક વર્માએ 31 રન બનાવ્યા. જ્યારે ચેન્નાઈ માટે પથિરાના સિવાય તુષાર દેશપાંડે અને મુસ્તાફિઝુર રહેમાને 1-1 વિકેટ લીધી હતી.