આ ટેણકીનું ટેલેન્ટ જોઈને દંગ રહી જશો, જુઓ શું છે ખાસિયત?

અજબ ગજબ ખબરી ગુજરાત

Talented Girl : વાયરલ વિડિયોમાં એક નાનકડી બાળકી પોતાના 7 ભાષાનું જ્ઞાન હોવાનું જણાવી રહી છે. ટેણકી જણાવે છે કે તેને રશિયન, ઇંગ્લિશ, અરેબિક, ઇટાલિયન, સ્પેનિશ, જર્મન અને ચાઇનીઝ ભાષા આવડે છે.

આ પણ વાંચો : 27 December : જાણો, આજનો ઈતિહાસ

વિશ્વમાં ઘણી ભાષાઓ લખવા અને બોલવામાં આવે છે. સામાન્ય રીતે લોકો બે થી ત્રણ ભાષા સારી રીતે જાણે છે. કેટલીકવાર વધુ ભાષાઓ શીખવામાં વર્ષો લાગે છે. પરંતુ તાજેતરમાં એક નાની બાળકીનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ છોકરી 5-6 વર્ષની છે, પરંતુ તે દુનિયામાં બોલાતી 7 ભાષાઓ જાણે છે. આ વિડિયો જોયા પછી લોકોના આશ્ચર્યનો પાર રહ્યો નથી. લોકો આ વિડિયોને મોટા પ્રમાણમાં શેર કરી રહ્યા છે. જ્યારે, ઘણા લોકોએ આ અંગે તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વાયરલ વિડિયોમાં નાની બાળકી જણાવે છે કે તે 7 ભાષાઓ સમજી શકે છે. છોકરી કહે છે કે તે રશિયન, અંગ્રેજી, અરેબિક, ઇટાલિયન, સ્પેનિશ, જર્મન અને ચાઇનીઝ ભાષા જાણે છે. વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે નાનકડી બાળકી એક પછી એક બધી ભાષાઓ બોલે છે. તેણી જર્મન સાથે શરૂ કરે છે અને પછી અરબી, સ્પેનિશ અને ચાઇનીઝ સહિતની તમામ ભાષાઓ બોલીને દરેકને મંત્રમુગ્ધ કરી દે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિડિયો લિટલ બિગ શોટ્સ નામના ટીવી શોનો છે, જેમાં દુનિયાભરમાંથી પ્રતિભાશાળી બાળકોને બોલાવવામાં આવે છે અને તેમની અદભૂત ટેલેન્ટને દર્શકોની સામે દર્શાવવામાં આવે છે. આ વિડિયોને અત્યાર સુધીમાં લગભગ 10 લાખ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે, ઘણા લોકોએ તેને શેર પણ કર્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વાયરલ વિડિયોને લઈ ઘણાં યુઝર્સે પોતાનું રિએક્શન આપી રહ્યાં છે. જેમાં એક યુઝર્સે લખ્યું કે, “માનવું મુશ્કેલ છે”. અન્ય એક યુઝર લખે છે કે, “મે અત્યાર સુધી આવી ટેલેન્ટેડ બાળકી જોઈ નથી”. જ્યારે એક તેની પ્રસંશા કરતા લખે છે કે, “આ બાળકી વિશેષ છે”.