ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ને લઈ ખાસ આયોજન

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh : અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા (Girnar Climbing and Descent Competition) 2023-24 તથા અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા (Girnar Aarohan Avarahon) 2023-24ની પૂર્વ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ પણ વાંચો : 3 December : જાણો, આજનો ઇતિહાસ

જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરએ વધતા જતા હૃદય રોગ બનાવોને ધ્યાનમાં રાખી વધારાની હેલ્થ ટીમ ઉપલબ્ધ રાખવા માટે સૂચના આપી હતી. સાથે જ ગિરનાર સ્પર્ધા સાથે સંકળાયેલાઓને CPRની તાલીમ આપવા માટે પણ જણાવ્યું હતું. જેથી ઇમરજન્સીની સ્થિતિમાં સ્પર્ધકોને મદદ આપી શકાય.ઉપરાંત ગિરનાર સ્પર્ધા માટે સ્પર્ધકોને અગવડતા ન થાય તે માટે સાફ-સફાઈ, જરૂરી મરામત કાર્ય અને જાડી જાખરા દૂર કરવા માટે પણ સૂચના આપી હતી.

આ પણ વાંચો : Aaj nu Rashi fal આપનો દિવસ શુભ હો

ખાસ કરીને સ્પર્ધકોની સલામતી જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત પીવાના પાણી માટેની પણ જરૂરી વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યા હતા. આ સ્પર્ધાઓના સફળ આયોજન માટે ૮ કમિટીઓની પણ રચના કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા દર વર્ષની જેમ આ વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ રવિવારે અને અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ફેબ્રુઆરી માસના પ્રથમ રવિવારે યોજાશે.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નાયાબ વન સંરક્ષક પ્રશાંત તોમર, ડેપ્યુટી કમિશનર ઝાંપડા, યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.