Girnar Parikrama : પરિક્રમા દરમિયાન આટલું ધ્યાન રાખશો તો નહિ થાવ હેરાન

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Junagadh Girnar Parikram : જુનાગઢમાં ગિરનારની પરિક્રમાનું અનેરુ ધાર્મિક મહત્વ છે. જેને લઈ દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા માટે કારતક મહિનાની અગિયારસે લીલી પરિક્રમાં (LiLi Parikrama) કરવા ઉમટી પડી છે. છેલ્લા કેટલા વર્ષોથી લીલી પરિક્રમાનો ઘટનાક્રમ બદલાયો છે. ભાવિકો એક દિવસ અગાઉ જ ઉમટી પડતા ભીડ થાય છે અને એક દિવસ વહેલા પરિક્રમા શરૂ કરી દે છે. ત્યારે જંગલમાં લાખો શ્રદ્ધાળું ભેગા થઈ જતા અવ્યસ્થા પણ સર્જાય છે. પરિક્રમાં દરમિયાન લોકોને હેરાન ન થવું પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : શું છે લીલી પરિક્રમાનું મહાત્મ્ય, જાણો સૌપ્રથમ પરિક્રમા કરનાર કોણ છે

જુનાગઢ સીટીમાં આ જગ્યાએ છે વાહન પાર્કિંગની વ્યવસ્થા

જુનાગઢમાં લીલી પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓને માટે સૌથી મોટી ચિંતા ક્યા માર્ગે પ્રવેશવું તેની હોય છે. ખાસ કરીને જે લોકો પોતાના વાહનો લઈને આવે છે તેના માટે પાર્કિંગ સૌથી મોટો માથાનો દુખાવો હોય છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા અને ક્યાં માર્ગે વાહન પ્રતિબંધિત છે તેનો નકશો જાહેર કર્યો છે. જેથી લોકોને પાર્કિંગને લઈ હેરાન ન થવું પડે.

આ પણ વાંચો : Junagadh: ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે આ જગ્યાએ કરવામાં આવી છે, પાર્કિંગની વ્યવસ્થા

પરિક્રમા કરતા લોકો માટે તંત્ર દ્વારા પરિક્રમ પથમાં સુધારો કરવામાં આવ્યો છે. કોઈ કોઈ જગ્યાએ માર્ગને પાકો બનાયો છે. પરંતું તેમ છતાં 36 કિમીની પરિક્રમા દરમિયાન ઘણાં દુર્ગમ માર્ગો પરથી પસાર થવું પડે છે. ઉપરથી હવામાન વિભાગે 24 અને 25 તારીખે કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે જો અચાનક જંગલમાં વરસાદ થાય તો લોકોમાં અફરાતફરી મચી જાય છે. ત્યારે જો આવી પરિસ્થિતિ સર્જાય તો તેના માટે શું કરવું?

વરસાદ થાય તો આ ત્રણ માર્ગોથી જંગલમાંથી બહાર નીકળી શકાય

હવામાન વિભાગની આગાહી અનુસાર જોઈએ તો આ દિવસો દરમિયાન લાખો ભાવિકો જંગલમાં પ્રવેશ કરી ગયા હોય છે. જો તે દરમિયાન વરસાદની સ્થિતિ પેદા થાય તો ગિરનારના જંગલમાંથી બહાર નિકળું ભારે પડી જાય. પણ પરિક્રમમાં રૂટ પર એવા ત્રણ માર્ગો છે કે જેના દ્વારા તમે બહાર નીકળી શકો અને મુખ્ય માર્ગ પર પહોંચી શકો.

પહેલો માર્ગ – પરિક્રમા રૂટ પર જાંબુડી નાકાથી હસ્નાપુર ડેમ પાસેથી ડેરવાણ ગામે થઈને જુનાગઢ-ભેંસાણ હાઇવે પર નિકળી શકાય. જાંબુડીથી ડેરવાણ ગામનું અંતર 7 કિલોમીટર જેટલુ થાય છે.

બીજો માર્ગ – જે યાત્રિકો સરખડિયા હનુમાન કે આસપાસ હોય અને વરસાદની પરિસ્થિતિ પેદા થાય તો તેઓ મેંદપરાથી મુખ્ય માર્ગ પર નિકળી શકે. આ માટે શ્રદ્ધાળુઓ પાટવડ થઈ માલીડા અને મેંદપરાથી મુખ્ય માર્ગ પર પહોંચી શકે છે. પાટવડથી મેદપરાનું અંતર 12 કિમી જેટલું થાય છે.

ત્રીજો માર્ગ – જે લોકો વરસાદ દરમિયાન બોરદેવી નજીક ફસાય તો આ સ્થિતિમાં બોરદેવી થઇ રામનાથ રાઉન્ડ થઇ બીલખા નજીક બહાર નીકળી શકાય છે. બોરદેવીથી રામનાથનું અંતર 6 કિમી જેટલુ થાય છે.