ગૌતમ ગંભીરે IPL ટીમ લખનઉ સાથે છેડો ફાડ્યો, આ ટીમનો પકડ્યો હાથ

ખબરી ગુજરાત રમતગમત

Gautam Gambhir Returns KKR : પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir) હવે કોલકાત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના મેન્ટરોની ભુમિકામાં જોવા મળશે. આ પહેલા તેઓ લખનઉ સુપર જાયંટ્સ (Lucknow Super Giants) ટીમના મેન્ટોર હતા. ત્યારે હવે લખનઉ ટીમ સાથે છેડો ફાડી ફરી કેકેઆર (KKR) નો હાથ ઝાલ્યો છે.

આ પણ વાંચો : ક્રિકેટ વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા ફૂટબોલ વર્લ્ડ કપમાં પણ હારી

PIC – Social Media

આઈપીએલ 2023 બાદ ગૌતમ ગંભીરે શાહરુખ ખાન સાથે મુલાકાત કરી હતી. ત્યારથી અનુમાન લગાવાય રહ્યું હતું કે તેઓ કેકેઆર સાથે જોડાય શકે છે. આપને જણાવી દઈએ કે તેઓએ કોલકતા માટે રમીને ટીમને પોતાની કેપ્ટનશિપમાં આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું હતુ.

કેકેઆરના સીઈઓ વેંકી મૈસુરે આજે બુધવારે જાહેરાત કરતા કહ્યું, કે ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર કેકેઆરમાં મેન્ટોરના રૂપે પરત ફરી રહ્યાં છે. તેઓ મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત સાથે કામ કરશે

લખનઉં સુપર જાયંટ્સની મેન્ટોરશિપ છોડતા ગૌતમ ગંભીરે એક ઈમોશનલ મેસેજ શેઅર કર્યો હતો.

આ પણ વાંચો : જાણો ક્યારે લાગશે જુનાગઢમાં સ્માર્ટ મીટર, મેળવો સંપૂર્ણ વિગત

PIC – Social Media

તેઓએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, મારી લખનઉ જાયન્ટ સાથેની યાત્રા અહીં પૂર્ણ થઈ. મને લખનઉના ખેલાડિઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને ટીમ સાથે જોડાયેલા તમામ વ્યક્તિનો સપોર્ટ મળ્યો છે. હું લખનઉં ટીમના માલિક, સંજિવ ગોયન્કાનો આભાર વ્યક્ત કરું છું. તેઓએ વધુમાં લખ્યું કે, ડો ગોયન્કાની લિડરશીપ શાનદાર હતી. હું આશા કરું છુ કે લખનઉની ટીમ આગાળ પણ સારુ પ્રદર્શન કરશે. તે એલએસજી ફેન્સને ગર્વ અનુભવ કરાવશે. ટીમને ઓલ ધ બેસ્ટ.

ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીર 2011થી 2017 સુધી કેકેઆરનો ભાગ હતા. તે દરમિયાન કેકેઆર ટીમે બે વાર આઈપીએલની ટ્રોફી જીતી છે. જ્યારે પાંચ વાર પ્લેઓફ માટે ક્વોલિફાઈ થયું અને 2014માં ફાઈનલ સુધી પહોંચી હતી.