“મે સંન્યાસ નથી લીધો” : મેરી કોમ

ખબરી ગુજરાત રમતગમત

Mary Kom Retirement Facts : 6 વાર વર્લ્ડ ચેમ્પિયન અને 2012માં ઓલમ્પિકમાં ચંદ્રક જીતનાર મેરી કોમે બોક્સિંગમાંથી સંન્યાસ નથી લીધો. 41 વર્ષિય મેરી કોમના સંન્યાસને લઈ મીડિયામાં સમાચારો ફેલાતા તેણે આ મામલે સ્પષ્ટતા કરી હતી.

આ પણ વાંચો : Junagadh : પોલીસ જવાનોના દિલધડક કરતબો, પ્રજાજનો મંત્રમુગ્ધ

PIC – Social Media

Mary Kom Retirement Facts : છવાર વર્લ્ડ ચેમ્પિયન અને 2012 ઓલમ્પિકમાં ચંદ્રક જીતનાર મેરી કોમે બોક્સિંગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી નથી. આ પહેલા તેઓના સંન્યાસને લઈ મીડિયામાં સમાચારો સામે આવ્યાં હતા. 41 વર્ષિય મેરી કોમે રિટાયરમેન્ટને લઈ ખુલાસો કર્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મેરી કોમે એક નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે, “મીડિયાના મિત્રો, મે હજુ સુધી સંન્યાસની ઘોષણ કરી નથી અને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. જ્યારે પણ મારે તેની ઘોષણા કરવી હશે હું ખુદ મીડિયા સામે આવીશ. મે કેટલાક મીડિયાના અહેવાલો જોયા છે જેમાં કહેવામાં આવ્યું છે કે મે સંન્યાસની ઘોષણા કરી છે. જેમાં કોઈ તથ્ય નથી.”

સંન્યાસ લઈશ ત્યારે જાણ કરીશ

મેરી કોમે વધુ જણાવતા કહ્યું કે, “હું 24 જાન્યુઆરી 2024ના રોજ દિબ્રુગઢમાં એક સ્કુલ પ્રોગ્રામમાં ભાગ લેવા પહોંચી હતી. જ્યાં હું બાળકોને પ્રેરિત કરી રહી હતી. મે કહ્યું હતુ કે મને હજુ પણ રમતમાં ઉપલબ્ધિઓ મેળવવાની ભૂખ છે. પરંતું ઓલમ્પિકમાં વયમર્યાદા હું ભાગ નહિ લઈ શકું. જો કે હું મારી રમત શરૂ રાખીશ.”

મેરી કોમે પોતાના નિવેદનમાં એ પણ કહ્યું, કે “તે હજુ પણ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. જ્યારે પણ હું સંન્યાસ લઈશ ત્યારે બધાને જાણ કરીશ.”

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social media

6 વાર બની વર્લ્ડ ચેમ્પિયન

મેરી કોમે વર્લ્ડ એમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયનશિપ (World Amateur Boxing Championship) 6 વાર જીતી છે. તે આ કારમાનું કરનાર વિશ્વની એકમાત્ર મહિલા બોક્સર છે. એટલું જ નહિ મેરી કોમ સાત વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી દરેકમાં ચંદ્રક જીતનાર એકમાત્ર મહિલા બોક્સર છે.

બાયોપિક ફિલ્મ પણ બની

વર્ષ 2018માં, મણિપુર સરકારે (Manipur Government) તેને તેના અસાધારણ પ્રદર્શન માટે ‘મીથોઈ લીમા’ના ખિતાબથી (Meethoi Leima) સન્માનિત કરી હતી. તેને પદ્મ ભૂષણ (Padma Bhushan), પદ્મશ્રી (Padma Shri), અર્જુન એવોર્ડ (Arjuna Award) અને અન્ય ઘણાં પુસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે તેના જીવન પર એક હિન્દી બાયોપિક ફિલ્મ ‘મેરી કોમ’ (Mary Kom) 2014માં રીલિઝ થઈ હતી. જેમાં પ્રિયાંકા ચોપરાએ (Priyanka Chopra) મેરી કોમની ભૂમિકા કરી હતી.