Final Fever : અમદાવાદ આવતી ફ્લાઈટનું ભાડું સાંભળી ચક્કર આવી જશે

ખબરી ગુજરાત બિઝનેસ

Jagdish, Khabri Media Gujarat

World Cup Final In Ahmedabad : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડકપ 2023ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતીય ટીમે ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. ત્યારે હવે 19 નવેમ્બરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાનાર છે. આજે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઈનલની મેચ રમાઈ રહી છે ત્યારે આ બે ટીમમાંથી જે ટીમ જીતશે તેની ટક્કર ભારત સાથે થશે. વર્લ્ડકપની ફાઈનસ મેચનો ક્રેઝ એટલો છે કે દેશ વિદેશથી લોકો અમદાવાદમાં મેચ નિહાળવા પહોંચશે.

આ પણ વાંચો : લોન્ચ થયો 512GB વાળો સૌથી સસ્તો ફોન, જાણો શું છે કિંમત?

PIC – Social Media

અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપના ફાઈનલને લઈ મહિનાઓ અગાઉથી જ હોટલો હાઉસફૂલ થઈ ચૂકી છે. એટલુ જ નહિ પરંતું એક દિવસ માટે હોટલ્સમાં રૂમ બુક કરવા માટે તોંતિંગ ભાડુ વસુલવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે એરલાઈન્સ પણ પાછળ નથી. અમદાવાદમાં આવતી જતી (Flight fares)ફ્લાઈટના ભાડામાં તોતિંગ વધારો થયો છે.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

એરલાઇન્સની વેબસાઈટ પર અલગ અલગ જગ્યાઓની ફ્લાઈટ માટે અલગ અલગ ભાવ છે. જેમાં દિલ્હીથી અમદાવાદ ફાઈનલની એક દિવસ અગાઉની (Flight fares) ફ્લાઈટનું ભાડુ, 22000 થી 40, 000 રૂપિયાથી સુધી ચૂકવવું પડશે. તો મુંબઈથી અમદાવાદ માટે 9 હજારથી માંડી 29,000 રૂપિયા સુધીનું જેટલુ ભાડું ચૂકવવું પડશે. ચેન્નઈથી અમદાવાદની ફ્લાઈટનું ભાડુ 15થી 38 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે.

આ પણ વાંચો : Job News : 10 પાસ ઉમેદવારો માટે ISROમાં ભરતી, કેટલો મળશે પગાર?

PIC – Social Media

ઉલ્લેખનીય છે, કે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ અમદાવાદમાં રમાનાર હોય દેશ દુનિયાના ખૂણે ખૂણેથી ક્રિકેટ ચાહકો મેચ જોવા પહોંચશે. એમાં પણ આ વખતે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચતા ભારતીય ચાહકોનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો છે. આ રીતે પણ ફાઈનલ મેચનો રોમાંચ ડબલ થઈ ગયો છે. ત્યારે હોટલ્સ અને ફ્લાઇટ્સના ભાડા આસમાને પહોંચ્યા છે.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો