મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “Sexual Harassment at Workplace Prevention week” નયી ચેતના 2.0 અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી

Junagadh: કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ અંગે યોજાઈ જાગૃતી શિબિર

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “Sexual Harassment at Workplace Prevention week” નયી ચેતના 2.0 અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશ ભાંભીનાં માર્ગદર્શન હેઠળ એક જાગૃતિ શિબિરનું આયોજન જૂનાગઢની ડો.સુભાષ આર્ય કન્યા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જેમાં વિદ્યાર્થીનીઓને સાયબર સેફ્ટી, સાયબર ક્રાઇમ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પ લાઇન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય પુનઃલગ્ન યોજના તેમજ મહિલાઓ સબંધી કાયદાઓ જેવા કે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી, ઘરેલુ હિંસા અધિયનીયમ, દહેજ પ્રતિબંધ અધિનિયમ અને મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ કાર્યક્રમ દરમ્યાન ડો.સુભાષ આર્ય કન્યા વિદ્યાલયના મેનેજરશ્રી રામભાઈ, પ્રિન્સીપાલશ્રી મૌસમીબેન માકડિયા, સુપરવાઈઝરશ્રી પ્રદીપભાઈ ખંભોલીયા, શિક્ષકગણ ડો.બીનાબેન સોમૈયા તથા ડો. ગોપાલભાઈ છાત્રોડીયા, મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ચાલતા ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનનાં ડીસ્ટ્રીકટ મિશન કો-ઓર્ડીનેટર શ્રયેશભાઈ જોષી, જેન્ડર સ્પેશીયાલીસ્ટ કૃપાબેન ખુંટ, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અંકિતાબેન ભાખર, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર મનીષાબેન રત્નોતર, 181 અભયમ મહિલા હેલ્પ લાઇના કાઉન્સેલર અરુણાબેન કોલડિયા તથા ડો.સુભાષ એકેડમીની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓની આત્મહત્યા પર રાજ્યસભામાં ગંભીર ચર્ચા

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.