ટનલમાં ફસાયેલા 41 મજૂરોના ઈનસાઈડ ફૂટેજ આવ્યા સામે, જુઓ વિડિયો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri media Gujarat

Uttarkashi tunnel collapsed : ઉત્તરાખંડ (Uttarakhand) ના ઉતરકાશી (Uttarkashi) જિલ્લામાં સિલક્યારા સુરંગ (Silkyara Tunnel) દુર્ઘટનામાં 41 લોકો અંદર ફસાયા છે. જેને બહાર કાઢવા માટે બચાવકર્મચારીઓ ભારે મહેનત કરી રહ્યાં છે. ત્યારે હવે સુરંગમાં ફસાયેલા મજુરોના ઈનસાઇડ ફૂટેજ (Inside footage) સામે આવ્યાં છે. અંદરની તસવીરોમાં સુરંગમાં ફસાયેલા મજુરોએ સેફ્ટી હેલમેટ પહેરેલા જોઈ શકાય છે. મળતી માહિતી અનુસાર સુરંગમાં ફસાયેલા 41 મજુરો (41 labourers) ને પહેલીવાર ગરમ ભોજન પહોંચાડવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો : Panchmahal : બે બસ વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ચારના મોત

પાઈપ દ્વારા કેમેરો મોકલી વિડિયો ઉતાર્યો

6 ઈંચ પહોળા પાઈપ દ્વારા એક કેમેરાને સૂરંગની અંદર મોકલવામાં આવ્યો હતો. કેમેરાની આ ફૂટેજમાં તમામ મજૂરો એક સાથે જોવા મળી રહ્યાં છે. મજુરો સાથે વોકી ટોકી દ્વારા વાત પણ કરવામાં આવી છે. 41 મજુરો એક અઠવાડિયાથી વધુ દિવસોથી સુરંગમાં ફસાયેલા છે. અત્યાર સુધીમાં તેઓને બહાર કાઢવામાં રેસ્ક્યુ ટીમને સફળતા મળી નથી. વારંવાર માટી ધસવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અવરોધ આવી રહ્યો છે. ઉલ્લેખનીય છેસ કે સોમવારે 6 ઈંચનો પાઈપ મજુરો સુધી પહોંચવાડવામાં આવ્યો હતો અને મજુરોને પ્રોપર ખોરાક પહોંચવાડામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો : Rajkot: ગોંડલના મસીતાળામાં બે માસુમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવતી માતા

12 નવેમ્બરે સર્જાઈ હતી દુર્ઘટના

જણાવી દઈએ, કે આ નિર્માણાધિન સુરંગ મહત્વકાંક્ષી ચાર ધામ પરિયોજનાનો ભાગ છે. જે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી તીર્થ સ્થળો વચ્ચે કનેક્ટિવિટી વધારશે. બ્રહ્મખાલ-યમુનોત્રી હાઇવે પર નિર્માણાધિન 4.5 કિલોમીટર લાંબી સિલક્યારા ટનલનો એક ભાગ 12 નવેમ્બરે ધરાશાહી થયો હતો. ચારધામ પ્રોજક્ટ અંતર્ગત આ ટનલ બ્રહ્મખાન અને યમુનોત્રી નેશનલ હાઇવે પર સિલક્યારા અને ડંડલગાંવ વચ્ચે બનાવવામાં આવી રહી છે. સુરંગના એન્ટ્રી પોઈન્ટ થી 200 મીટર અંદર 60 મીટર સુધી માટી ધસવાથી 41 મજૂરો અંદર ફસાઈ ગયા છે.