કોરોના બાદ વિશ્વ પર વધુ એક મહામારીનો ખતરો, બાળકો પર મોટી ઘાત

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Jagdish, Khabri Media, Gujarat

Mysterious Pneumonia : કોરોના (Corona) બાદ હવે વિશ્વ પર વધુ એક મહામારી (Epidemic) નો ખતરો તોળાઈ રહ્યો છે. જેની શરુઆત પણ ચીનથી (China) જ થઈ છે. ચીનની કેટલીય હોસ્પિટલોમાં રહસ્યમયી બિમારીના દર્દીઓ જોવા મળ્યાં છે. જે ઝડપથી ફેલાઈ રહી છે. આ અહેવાલ બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની પણ ચિંતા વધી છે. આ બિમારી બાળકોમાં વધુ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : જાણો, 23 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

PIC – Social Media

ચીન સહિત દુનિયાના ઘણાં દેશ હજુ કોરોનાના પ્રભાવમાં છે. ત્યારે વધુ એક માહામારીએ દેખા દીધી છે. જોકે આ મહામારી ન્યુમોનિયાને મળતી આવે છે પણ તેના મોટાભાગના લક્ષણો ન્યુમોનિયાથી અલગ છે. આ બિમારીના ભોગ બનનાર બાળકોના ફેફસાઓમાં સોજો આવી જાય છે. બિમારીનો ભોગ બનનારને ઉધરસ, ફ્લુ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

ચીનમાં સૌથી વધુ સંક્રમણ બાળકોમાં

રહસ્યમયી ન્યુમોનિયાના વધુ પડતા દર્દીઓ ઉત્તર-પૂર્વ બેઈઝિંગ અને લિયાઓનિંગની હોસ્પિટલોમાં જોવા મળ્યાં છે. આ બિમારીનો પ્રકોપ એટલો વધારે છે, કે સરકારે અહીં સ્કુલ બંધ કરવાની તૈયારી કરી લીધી છે. ઓપન-એક્સેસ દેખરેખ પ્રોમેડ અલર્ટ દ્વારા બિમારીને લઈ દુનિયાભરમાં ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. ચીનમાં સામે આવેલા રહસ્યમયી ન્યુમોનિયા વિશે ચેતવણી આપતા આ સંસ્થાએ જણાવ્યું, કે આ બિમારીનો પ્રભાવ બાળકોમાં વધુ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : શું એક ભારતીય પાકિસ્તાનમાં બિઝનેસ કરી શકે છે?

આ સંસ્થાએ જ આપી હતી કોરોના વિશે ચેતવણી

પ્રોમેડ એલર્ટે જ ડિસેમ્બર 2019ના અંતમાં એક નવા વાયરસ વિશે ચેતવણી આપી હતી. ત્યાર બાદ કોવિડ 2ની ઓળખ થઈ હતી. સંસ્થાએ એલર્ટ જાહેર કરતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હાઇ રેન્કિંગ ઓફિસર અને મેડિકલ નિષ્ણાંતો સાથે વૈજ્ઞાનિકો પણ સવાચેત થઈ ગયા છે. જો કે એજન્સીએ હજુ એ સ્પષ્ટ કર્યું નથી, કે આ બિમારીનો પ્રકોપ ક્યારથી શરૂ થયો. સંસ્થાએ એ પણ કહ્યું, કે તમામ બાળકો એક સાથે એટલા જલદી સંક્રમિત ન થઈ શકે. તેમજ કોઈ બાળકથી વયસ્ક વ્યક્તિ સંક્રમિત થયુ હોય તેવું રિપોર્ટમાં સામે આવ્યું નથી.