IND vs ENG 3rd Test : રાજકોટ ટેસ્ટ મેચમાં પહેલા જ દિવસે બન્યો રેકોર્ડ

ખબરી ગુજરાત રમતગમત

IND vs ENG 3rd Test : રાજકોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરિઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં પહેલા જ દિવસે એક મોટો રેકોર્ડ બન્યો છે.

આ પણ વાંચો : SBIના ખાતાધારકો માટે મોટા સમાચાર, બેન્કે આપી મહત્વપૂર્ણ જાણકારી

PIC – Social Media

IND vs ENG 3rd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની ત્રીજી મેચ રાજકોટ (Rajkot)ના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (Saurashtra Cricket Association Stadium)માં શરૂ છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Shamra)એ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વની છે. હાલ બંને ટીમો સિરીઝમાં 1-1 મેચ જીતી ચૂકી છે. એવામાં બંને ટીમની આ મેચને જીતીને સિરીઝમાં આગળ નીકળવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે. આ દરમિયાન રાજકોટના સ્ટેડિયમમાં મેચના પહેલા જ દિવસે એક મોટો વર્લ્ડ રેકોર્ડ (World Record) પણ નોંધાઈ ગયો છે.

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સની 100મી ટેસ્ટ

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે (Ben Stokes) ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રવેશતાની સાથે જ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. 32 વર્ષનો બેન સ્ટોક્સ તેની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તે 100 ટેસ્ટ મેચ રમનાર ઈંગ્લેન્ડ તરફથી 16મો ક્રિકેટર બન્યો છે. આ સાથે જ તે એકંદરે 76મો ટેસ્ટ ક્રિકેટર બની ગયો છે. બીજી તરફ, સચિન તેંડુલકરે (Sachin Tendulkar) ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે. તેણે 200 મેચ રમી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રાજકોટ ટેસ્ટ મેચના પહેલા દિવસે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

બેન સ્ટોક્સની 100મી ટેસ્ટ મેચ સાથે ઈંગ્લેન્ડની ટીમે ક્રિકેટ ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે. ઈંગ્લેન્ડ એવો પહેલો દેશ બની ગયો છે જ્યાંથી 16 ખેલાડીઓએ ટેસ્ટમાં 100 કે તેથી વધુ મેચ રમી છે. આ પહેલા કોઈ દેશ આ કારનામું કરી શક્યો ન હતો. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા આ યાદીમાં 15 ખેલાડીઓ સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ આ યાદીમાં 13 ખેલાડીઓ સાથે ભારતનું નામ આવે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બેન સ્ટોક્સની આ ટેસ્ટ કારકિર્દી

ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સે 2013માં ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે ઈંગ્લેન્ડ માટે 99 ટેસ્ટ મેચમાં 6251 રન બનાવ્યા છે જેમાં 13 સદી અને 31 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે ટેસ્ટ મેચમાં 197 વિકેટ પણ લીધી છે. બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે 114 ODI અને 43 T20 મેચ પણ રમી છે. તે ઈંગ્લેન્ડ માટે ODI વર્લ્ડ કપ 2019 અને T20 વર્લ્ડ કપ 2022 જીતનારી ટીમનો ભાગ રહ્યો છે.