SBIના ખાતાધારકો માટે મોટા સમાચાર, બેન્કે આપી મહત્વપૂર્ણ જાણકારી

ખબરી ગુજરાત બિઝનેસ

SBI Alert : જો તમે SBIમાં ખાતુ ધરાવતા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે. ભારતીય સ્ટેટ બેન્કે (State Bank of India) પોતાના ગ્રાહકો માટે મોટુ અપડેટ જાહેર કર્યું છે. આપને જણાવી દઈએ કે સ્ટેટ બેન્કના કેટલાક ગ્રાહકોના ખાતામાંથી 147.50 રૂપિયા કટ થયા છે. તેને લઈ સ્ટેટ બેન્કે ગ્રાહકોને જાણકારી આપી છે. બેન્કે કહ્યું કે જો તમારી પાસે પણ રૂપિયા ડેબિટ (Debit) થયાનો મેસેજ આવે તો ચિંતા કરવાની જરૂર નથી કેમ કે બેન્કની જાણકારીમાં જ આ રૂપિયા કપાયા છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં વસંતોત્સવનો શુભારંભ કરાયો

PIC – Social media

SBI Alert : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (State Bank of India) જણાવ્યું કે ગ્રાહકો દ્વારા ઉપયોગ કરવામાં આવતા એટીએમ કાર્ડના સર્વિસ ચાર્જ રૂપે 147.50 રૂપિયાની રકમ ખાતામાંથી કાપવામાં આવી છે. SBI વાર્ષિક મેન્ટેનેન્સ શુલ્કના રૂપે 125 રૂપિયા ચાર્જ કરે છે. તેની સાથે જ ડેબિટ કાર્ડ માટે વધારાના 18 ટકા જીએસટી પણ લેવામાં આવે છે. તેથી જો જીએસટીને 125 રૂપિયામાં ભેળવવામાં આવે તો 147.50 રૂપિયાની રકમ થાય. તેની સાથે જ ડેબિટ કાર્ડ (debit cards) બદલાવા માટે બેન્ક 300 રૂપિયાનો ચાર્જ કરે છે. તેથી જો તમારા ખાતમાંથી પણ 147.50 રૂપિયા કટ થયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ટ્રાન્ઝેક્શન ફીમાં ફેરફાર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસ લિમિટેડે નવેમ્બર 2023 માં વિવિધ ક્રેડિટ કાર્ડ વ્યવહારો માટે તેની ટ્રાન્ઝેક્શન ફીમાં (transaction fee) ફેરફાર કર્યો હતો. SBI એ તેની વેબસાઈટ પર માહિતી આપી હતી કે 15 નવેમ્બર, 2022 થી શરૂ થતી તમામ ચૂકવણીઓ રૂ. 99 ની પ્રોસેસિંગ ફી વત્તા લાગુ ટેક્સને આધીન હશે. આ સાથે, તમામ મર્ચેન્ટ EMI ટ્રાન્ઝેક્શન માટે પ્રોસેસિંગ ફી વધારીને 199 રૂપિયા કરવામાં આવી છે અને લાગુ પડતો ટેક્સ પણ ભરવો પડશે.

અન્ય બેંકો પણ ચાર્જ કરે છે

તમને જણાવી દઈએ કે ICICI, HDFC અને અન્ય બેંકો પણ ડેબિટ કાર્ડ માટે મેન્ટેનન્સ ફી વસૂલે છે. કેટલીક બેંકોમાં આ ચાર્જ ઘણો મોંઘો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ સંપત્તિ, થાપણો, શાખાઓ, ગ્રાહકો અને કર્મચારીઓની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી વ્યાપારી બેંક છે. તેનો બજાર હિસ્સો 32.9 ટકા છે.

SBI તરફથી વધુ એક ચેતવણી

આ સાથે SBIએ તેના ગ્રાહકો માટે વધુ એક એલર્ટ જાહેર કર્યું છે. બેંકે ખાતાધારકોને એક મેસેજ (Fraudulent Messages) અંગે ચેતવણી મોકલી છે. બેંકે કહ્યું છે કે ગ્રાહકોને તેમના ખાતા બંધ કરવાના સંદેશા મળી રહ્યા છે. આ ફેક મેસેજ છે. જેના કારણે બેંકે ગ્રાહકોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social media

આવા મેસેજ આવે ત્યારે શું ન કરવું

એસબીઆઈએ તેના ગ્રાહકોને આવા કોઈપણ જવાબ ન આપવા ચેતવણી આપી છે. તેમને કોઈ અંગત માહિતી, OTP (one time password) કે એકાઉન્ટ સંબંધિત માહિતી આપવી નહીં. જો તમે આનો જવાબ આપો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

તમને જણાવી દઈએ કે બેંકના નામે છેતરપિંડી કરનારાઓ દ્વારા મોકલવામાં આવેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે પ્રિય ખાતાધારક, તમારું ખાતું બ્લોક કરી દેવામાં આવશે. પાન કાર્ડ અપડેટ કરવા માટે આપેલ લિંક પર ક્લિક કરો. લોકોને આવા જ કેટલાક મેસેજ મળી રહ્યા છે.

આ પણ વાંચો : 15 February : જાણો, આજનો ઈતિહાસ

જો તમને કોઈ સંદેશ મળે તો શું કરવું

જો તમને પણ આવા મેસેજ મળે તો તમારે report.phishing@sbi.co.in પર જઈને જાણ કરવી જોઈએ. તમે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર પણ રિપોર્ટ નોંધાવી શકો છો. સાયબર ક્રાઈમ બ્રાન્ચની સત્તાવાર વેબસાઈટ https://cybercrime.gov.in/ દ્વારા પણ ફરિયાદ કરી શકાય છે.

છેતરપિંડીના કિસ્સામાં કરો આ કામ

જો તમારી સાથે ક્યારેય છેતરપિંડી થાય, તો સૌથી પહેલા તમારે તેની ફરિયાદ કરવી જોઈએ, જેથી તમારા પૂરા પૈસા પાછા મળી શકે. આરબીઆઈની ગાઈડલાઈન અનુસાર, પહેલા તમારી બેંકને આ વિશે જણાવો. આનાથી તમે છેતરપિંડીથી બચી શકો છો. કારણ કે બેંકો સાયબર ફ્રોડ માટે વીમા પોલિસી લે છે. જ્યારે તમે બેન્કને માહિતી આપશો, ત્યારે બેંક તે માહિતી વીમા કંપનીને મોકલશે. જેના કારણે તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો.