અરબ સાગરમાં Indian Navyની શૌર્યતા, પાર પાડ્યું મોટુ ઓપરેશન

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Indian Navy Rescue : ઈન્ડિયન નેવી દ્વારા સમુદ્રમાં ચાંચિયાગીરીને ડામવા માટે વધુ એક અભિાયનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ઇન્ડિયન નેવીએ 19 પાકિસ્તાની નાગરિકોને લઈ જતા જહાજનું રેસ્ક્યુ કર્યું છે. તેને સોમાલિાયના ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયું હતુ.

આ પણ વાંચો : બજેટ 2024 : PM Kisan Yojanaને લઈ મળી શકે છે મોટા સમાચાર

PIC – Social Media

Indian Navy Rescue : અરબી સમુદ્રમાં (Arabian Sea) વધુ એકવાર ભારતીય સેનાની શૌર્યતાના દર્શન થયા છે.. ભારતીય નેવીએ (Indian Navy) અરબી સમુદ્રમાં છેલ્લા 24 કલાકમાં બે જહાજોને ચાંચિયાઓથી બચાવ્યા છે. એટલુ જ નહીં નેવીએ એક જહાજમાંથી 19 પાકિસ્તાની ક્રૂ મેમ્બરને અને બીજા ઈરાનના જહાજમાંથી 17 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કર્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઈન્ડિયન નેવીએ 28 અને 29 જાન્યુઆરીએ અરબી સમુદ્રમાં બે જહાજોને હાઇજેક થતા બચાવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ રવિવારે સૌથી પહેલા ઈરાની જહાજ એફબી ઈરાનને હાઈજેક થતા બચાવ્યું હતું. આ પછી અરબી સમુદ્રમાં જ સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને અલ નૈમી નામના જહાજને સોમાલિયાના ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય મરીન કમાન્ડોએ પાર પાડ્યું હતુ.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આઈએનએસ સુમિત્રાએ બીજું સફળ એન્ટી-પાયરસી ઓપરેશન પાર પા્ડયું છે. આ ઓપરેશનમાં ક્રૂના 19 સભ્યો અને જહાજને સશસ્ત્ર સોમાલી ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યા હતા. નૌકાદળના અધિકારીઓનું કહેવું છે કે હિંદ મહાસાગર વિસ્તારમાં ચાંચિયાગીરી વિરોધી કામગીરી પર તૈનાત તેના જહાજો તમામ નાવિકોની સુરક્ષા માટે તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ પહેલા પણ ઘણાં જહાજો બચાવ્યા

આ પહેલીવાર નથી જ્યારે ભારતીય નૌકાદળે સોમાલી ચાંચિયાઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલા માછીમારીના જહાજોને બચાવ્યા હોય. અગાઉ 5 જાન્યુઆરીએ, INS ચેન્નાઈએ સોમાલિયાના દરિયાકાંઠે એક જહાજના ક્રૂને સફળતાપૂર્વક બચાવ્યા હતા અને તેમાં સવાર તમામ 15 ભારતીય નાગરિકોને બચાવ્યા હતા. 15 ભારતીય ક્રૂ મેમ્બરોએ કાર્ગો જહાજ એમવી લીલા નોરફોકને ચાંચિયાઓથી બચાવી લીધું હતું. આ ઓપરેશન મરીન કમાન્ડો (MARCOS) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

ઈન્ડિયન નેવી કઈ રીતે થયું એક્ટિવ

તાજેતરમાં, ભારતીય નૌકાદળે અવારનવાર થતા ચાંચિયાઓના હુમલાને ધ્યાનમાં રાખીને અરબી સમુદ્રમાં દેખરેખ વધારી દીધી છે. આ અઠવાડિયે, નેવીએ કહ્યું હતું કે તે ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રમાં માછીમારીના જહાજો અને અન્ય જહાજો પર સવાર લોકોની સઘન તપાસ કરશે. વાસ્તવમાં, ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે, નૌકાદળે લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર હૂથી આતંકવાદીઓ દ્વારા વધતા હુમલાઓને કારણે તેની તકેદારી વધારી છે.

આ પણ વાંચો : જાણો શું કહે છે રાશિ ચક્ર

ગયા વર્ષે પણ ભારતીય જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું

23 ડિસેમ્બરના રોજ, 21 ભારતીય ક્રૂ સભ્યોને લઈને લાઈબેરિયન-ધ્વજવાળા MV કેમ પ્લુટો પર ભારતના પશ્ચિમ કિનારે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તે જ દિવસે દક્ષિણ લાલ સમુદ્રમાં ભારત તરફ જતી અન્ય કોમર્શિયલ ઓઇલ ટેન્કરને શંકાસ્પદ ડ્રોન હુમલાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં 25 ભારતીય ક્રૂ સભ્યોની ટીમ હતી. વધુમાં, 14 ડિસેમ્બરના રોજ અન્ય એક ઘટનામાં, ચાંચિયાઓએ માલ્ટાના ધ્વજવાળા MV રુએનને હાઇજેક કર્યું હતું.