વર્ષના અંતે વાતાવરણ કેવું રહેશે? 31st કેવી જશે?

ખબરી ગુજરાત ગુજરાત

Gujarat weather forecast: આજે તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થઈ શકે છે. જેથી શહેરનું તાપમાન 16 થી 17 ડિગ્રી રહી શકે છે.

રાજ્યમાં હાલમાં નાતાલની રજાઓનો માહોલ છે. ગુજરાતીઓ નજીકના સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. તો ચાલો જાણીએ, કેવું રહેશે આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ. હવામાન વિભાગે આ આગાહી કરી છે. જેમાં સીઝનલ વરસાદ અને ઠંડી વધશે કે ઘટશે તેની માહિતી આપવામાં આવી છે. આ સાથે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.

Visavadar News: વિસાવદરમાં મહિલાઓ માટે યોજાઈ ચિકિત્સા શિબિર

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે તેમણે કહ્યું કે આજે ફરીથી તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. એટલે કે ઠંડીમાં ઘટાડો થશે અને ગરમીમાં થોડો વધારો થઈ શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતના હવામાનને લઈને સાત દિવસની આગાહી કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે આગામી સાત દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. મોટાભાગે વાતાવરણ શુષ્ક રહેશે. તાપમાનમાં વધુ ફેરફારની કોઈ શક્યતા નથી પરંતુ તેમાં એક ડિગ્રીનો વધારો થઈ શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘણું છે, જેના કારણે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આવતીકાલે પણ ભેજ રહેશે. ભેજને કારણે દૃશ્યતા થોડી ઘટી શકે છે. હાલમાં ઉત્તર દિશામાંથી ઉત્તર-પૂર્વીય પવનો છે, આગામી બે દિવસ દરમિયાન પણ આવો જ પવન ફૂંકાશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

એરોનોટિકલ એક્સપર્ટ અંબાલા પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં ઠંડીનો અનુભવ થશે, અરબી સમુદ્રમાં 29 અને 30 ડિસેમ્બર દરમિયાન સિસ્ટમ બનશે. હવાનું થોડું દબાણ ઊભું થશે. બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. ડિસેમ્બરના અંતમાં જે સિસ્ટમ બનવાની સંભાવના છે તેની અસર મહારાષ્ટ્ર અને ગોવામાં પડી શકે છે અને વરસાદની શક્યતા છે. આ સાથે દેશના પૂર્વ ભાગમાં હવામાનમાં પલટો આવી શકે છે.