આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળતા સુરતની પ્રગતિને નવી દિશા મળશે : દર્શનાબેન જરદોશ

ખબરી ગુજરાત ગુજરાત

Surat International Airport : સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. જેને લઈ ગુજરાતના રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : ખેડુતો આનંદો… આ પાકોની ટેકાના ભાવે થશે ખરીદી

PIC – Social media

ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતને આતંરરાષ્ટ્રીય એરપોર્ટ (Surat International Airport) મળતા આ જિલ્લાના વિકાસને નવી દિશા મળશે તેમ દર્શનાબેન જરદોશ (Darshanaben Jardosh) જણાવ્યું હતુ. સુરતના એરપોર્ટને આંતરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળતા રેલવે અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી (Minister of State for Railways & Textiles) તેમજ સુરતના મહિલા સાંસદ દર્શનાબેન જરદોશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

રેલવે અને કાપડ મંત્રી દર્શનાબેન જરદોશે સોશિયલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરી લખ્યુ હતુ, કે “સુરત એપોર્ટને આંતરાષ્ટ્રીય હવાઇ મથકનો દરજ્જો આપવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) ખૂબ ખૂબ આભાર. આ નિર્ણય સુરતની પ્રગતિને એક નવી દિશા આપશે.”

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

દર્શનાબેન જરદોશે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર વિડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓ કહે છે, કે “સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ઘોષિત કરવાને લઈ વિઝનરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર. કેમ કે સુરત વિશ્વનું સૌથી ઝડપથી પ્રગતિ કરતુ શહેર છે. ડાયમંડ, ટેક્સટાઇલ અને ઝરી ઉદ્યોગ સાથે એક ઇન્ડસ્ટ્રીય બેલ્ટ હોવાની સાથે સાથે એક સ્માર્ટ સિટી પણ છે. આ શહેરની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા સુરત એરપોર્ટને આંતરાષ્ટ્રીય દરજ્જો મળતા તેને ઘણો ફાયદો પણ થયો છે. ઘણા વર્ષોથી લોકોની અપેક્ષા હતી તેને પરિપૂર્ણ કરવા માટે 2047માં આપણે જ્યારે વિશ્વ ગુરુ બનવા માટે આગળ વધશુ તે સમયે ભારતને એક નવી ઊંચાઈએ લઈ જવામાં સુરતનું પણ ઘણું મોટુ યોગદાન હશે. અને આ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક તેમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. જેથી હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો વધુ એકવાર ધન્યવાદ કરુ છું.”

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આપને જણાવી દઈએ કે સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ પ્રજાના હિત માટે સતત પ્રયાસરત રહે છે. પ્રજાની સુવિધા અને પ્રજાલક્ષી કાર્યોમાં તેઓ હરહંમેશ અગ્રિમ ભૂમિકા ભજવે છે. આમ, સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળતા તેઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો.