ગુજરાતમાં મહિલાઓ કેટલી સરક્ષિત? ગૃહ મંત્રીએ આપ્યો જવાબ

ખબરી ગુજરાત ગુજરાત

Women Crime : ગુજરાતમાં મહિલાઓની સલામતીને લઈ અવારનવાર અનેક સવાલો ઉઠતા રહ્યાં છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં માહિતી આપતા કહ્યું કે…

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : 3 તાલુકાના 45 ગામોને મળશે નર્મદાનું પાણી, CMની મંજૂરી

PIC – Social Media

મહિલા વિરુદ્ધ ગુનાઓમાં ગુજરાત કેટલામાં સ્થાને?

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો દ્વારા વર્ષ-2022 માટે જાહેર કરાયેલા આંકડાને ટાંકીને કહ્યુ કે, ૩૬ રાજ્યોમાંથી ગુજરાતનુ સ્થાન હિંસાત્મક ગુનામાં 31 માં સ્થાને, મહિલાઓ સામેના ગુનાઓમાં 33માં ક્રમે, બાળકો સામેના ગુનાઓમાં 27માં ક્રમે, શરીર સબંધિત ગુનામાં 30માં ક્રમે, મિલકત વિરુધ્ધના ગુનાઓમાં 28માં ક્રમે, આર્થિક ગુનાઓમાં 33માં ક્રમે ગુજરાત છે. એટલે કે ગુજરાતમાં ક્રાઇમ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગુન્હાઓ રોકવા માટે રાજ્ય સરકારની કામગીરી

હર્ષ સંઘવીએ કહ્યુ કે, મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન 33માં સ્થાને છે. મહિલા વિરૂધ્ધના ગુનાઓ નિયંત્રણમાં રહેવાના ચોક્કસ કારણોમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક ઇનિશિયેટીવ છે. જેમાં અલાયદો મોનીટરીંગ સેલ, ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનમાં વિશેષ જગ્યા, સ્પેશીયલ પી.પી., સ્પેશીયલ કોર્ટ/ફાસ્ટેક કોર્ટ, 24×7 ‘‘અભયમ’’ મહિલા હેલ્‍પ લાઇન ‘181’, SHE TEAM, Women Help Desk (WHD), ITTSO પોર્ટલ, સીનીયર સીટીજન સેલ તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન/બાળ કોર્નરનો સમાવેશ થાય છે.

બાળકો વિરુદ્ધ ગુનાઓમાં ગુજરાત 27માં ક્રમે

મીસીંગ ચાઇલ્ડ કામગીરી અંગે ગૃહ મંત્રીએ કહ્યુ કે, સમગ્ર ભારતમાં બાળકો વિરૂધ્ધના ગુનામાં ગુજરાતનો ક્રમાંક 27મો છે. વર્ષ-2023 માં કૂલ-751 બાળકો શોધવામાં આવ્યા છે. રાજ્યમાં વર્ષ-2007થી તા.31મી ડિસેમ્બર-2023 સુધીમાં 59,048 ગુમ/અપહરણ પૈકી કુલ 56,558 બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જેથી બાળકો શોધવાની ટકાવારી 95.83 ટકા છે.

વર્ષ 2023માં 2789 નાસતા ફરતા આરોપી ઝડપાયા

હર્ષ સંઘવીએ નાસતા ફરતા આરોપીઓ અંગે ગુજરાત પોલીસે કરેલી બેનમૂન કામગીરી અંગે કહ્યુ કે, વર્ષ-2023માં આશરે 2789 નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેમાંથી 20 વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા 78 આરોપીઓ, 15 વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા 87 આરોપીઓ, 10 વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા 159 આરોપીઓ અને પાંચ વર્ષ કરતા કરતા વધુ સમયથી નાસતા ફરતા 286 આરોપીઓનો સમાવેશ થાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social media

ગુજરાતની પોલીસે બનશે વધુ સુદ્રઢ

ડ્રગ્ઝ સામેનું અભિયાન આજથી જંગ તરીકે લડાશે. ડ્રગ્ઝની દરીયાઇ સરહદો પરની દુશ્મન દેશ સાથેની લડાઇ હવે ગલી ગલી સુધી પહોંચશે. સીઆઇડી ક્રાઇમમાં રાજયમાં પ્રથમ વાર પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારી સેલના વડપણ હેઠળ એનડીપીએસ સેલની રચના થશે.

રાજ્યના કોઇ પણ ખૂણે કોઇ પણ ઘટના બને તો શહેરી વિસ્તારમાં 10 મીનીટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મીનીટના રીસ્પોન્સ ટાઇમ હાંસલ કરવા ગૃહ રાજ્ય મંત્રીએ યોજના જાહેર કરી છે, આ માટે 1100 નવા વાહનો અને નવા પોલીસ સ્ટાફની ફાળવણી આખા રાજ્યને ડાયલ 112માં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

શોધ યોજનાના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ સબ ઇન્સપેકટર કક્ષાના પોલીસ સ્ટેશનોને પોલીસ ઇન્સ્પેકટર કક્ષામાં ત્રણ તબક્કામાં અપગ્રેડ કરાશે, પોલીસ સ્ટેશન દીઠ આઇ.ટી. એક્ષ્પર્ટની જગ્યા ઉભી કરાશે.

ગ્રામ સુરક્ષા કવચ યોજના અંતર્ગત 200 આઉટપોસ્ટને હેડ કોન્સ્ટેબલ / એએસઆઇ કક્ષાથી પોલીસ સબ ઇન્સપેકટર કક્ષામાં અપગ્રેડ તેમજ એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મોટર સાયકલની ફાળવણી કરવામાં આવશે.

આ પણ વાંચો : આજથી PM ગુજરાતમાં, વધુ એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આપશે હાજરી

ત્રિશુળ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમને પહોંચી વળવા માટે અતિ આધુનિક રાજ્ય સ્તરીય સાયબર યુનીટ બનાવવામાં આવશે.

સુગમ યોજના હેઠળ રાજ્યના મહાનગરોમાં મોબીલીટી અને સલામતી માળખાને મજબુત બનાવવા 1000 ટ્રાફીક પોલીસની નવી જગ્યાઓ અને આધુનિક તકનીકી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કોમી તોફાનો અને હિંસાત્મક બનાવો તરફની ઝીરો ટૉલરન્સ નીતિના ભાગરૂપે એસઆરપીએફ જુથ-૨, અમદાવાદની કંપનીને સ્પેશ્યલ એકશન ફોર્સ તરીકે વિકસાવવામાં આવશે.