વાઘ બારસ વાક બારસ કે વાગ બારસ

ખબરી ગુજરાત ગુજરાત ધર્મ

Shivangee R Khabri Media Gujarat

આ દિવસને વાઘ બારસ કેમ કહેવામાં આવે છે તેની સાથે એક ખૂબ જ રસપ્રદ વાત જોડાયેલી છે. વાઘ બારસમાં લોકો ‘વાઘ’નો અર્થ ‘વાઘ’ માને છે. પરંતુ એક માન્યતા મુજબ વાઘ શબ્દનો ઉપયોગ અગાઉ ઘરેલું પ્રાણીઓના ટોળા માટે પણ થતો હતો. જો ઘેટાં, બકરા કે ગાયનું ટોળું હોય તો લોકો તેના માટે વાઘ શબ્દનો ઉપયોગ કરતા. અને ત્યારથી ગાય પૂજાનું મહત્વ જણાવતી આ દ્વાદશી બાગ બારસના નામથી પ્રચલિત થઈ.

“વાગબારસ” એટલે વાઘ નહો વાક અને વાગ એટલે વાણી. આખું વર્ષ સત્ય પ્રીય અને હિતકારી વાણી બોલાવી આપણા કારણે મોટા કે નાના સ્વજનો આપ્તજનો અને પરિવારજનોના મન દુભાય નહીં તેનુ ધ્યાન રાખવુ.

વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે. વાક એટલે વાયા કે ભાષાની દેવી છે સરસ્વતિ અને એટલે જ સરસ્વતિને વાગ્યેવી તરીકે પણ ઓળખવામાં આવે છે સરતદેવી ખાપણી વાયા. ભાષાને સારી રાખે અને બુધ્ધિ ભદ ન કરે આચાર વિચાર સારા રાખે તે માટે થઇને સરસ્વતિની પૂજા કરવી જોઇએ.

આ ઉપરાંત બારસને ‘વાઘબારસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઘ શક્તિનું પ્રતીક છે. માણસે નવી શરૂઆત કરવા સક્ષમ હોવા જોઈએ, બહાદુર બનવું જોઈએ, જોખમ ઉઠાવવું જોઈએ, આ ગુણો સ્થૂળ સિદ્ધિ માટે પણ જરૂરી છે. પરંતુ આંતરિક સમૃદ્ધિ વધારવા માટે ખૂબ શક્તિશાળી અને બહાદુર બનવું જરૂરી છે. આ સરળ રસ્તો નથી. વાઘબારસ એ આવી શક્તિની આરાધનાનો તહેવાર છે.

READ:ભાઈ દૂજની શરૂઆત કેવી રીતે થઈ? ક્યારે છે ભાઈ બીજ?

ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂ કરે છે,દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલના પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે. તેમજ આજના દિવસે લોકો ધનતેરસની પૂજાની તૈયારી પણ કરતા હોય છે. અને પૂજન સામગ્રીની ખરીદી કરતા હોય છે.