કેવી રીતે મળ્યા જલિયાણ ને પોતાના ગુરુ?

ખબરી ગુજરાત ગુજરાત ધર્મ

Shivangee R Khabri Media Gujarat

કેવી રીતે મળ્યા જલિયાણ ને ગુરુ????

એક વાર સાંજે માતા વીરબાઈ એ જલિયાણ ને પૂછ્યું કે”માણસ ને જીવન માં ગુરુ ની જરૂર પડે?” જવાબ આપતા જલિયાણ એ કીધું કે જો રામ ને ગુરુ વસિષ્ઠ,કૃષ્ણ ને સંદીપની મુનિ જેવા ગુરુ ની જરૂર પડે તો આપણે તો કાચી માટી ના ગાળા છીએ આપણે તો અવશ્ય પડે. ત્યારે દેવી વીરબાઈ ના સૂચન થી ગુરુ ની શોધ માં ૧૮ વર્ષ ની ઉંમરે જલિયાણ ચાર ધામ ની યાત્રા કરવા નીકળી પડ્યા અને સવા વર્ષે પાછા ફર્યા ત્યારે માં વીરબાઈ એ તેમને ગુરુ વીશે પૂછ્યું તો જલિયાણ એ જણાવ્યું કે તેમને ફતેહપુર ગામ ના ભોજલરામબાપા પાર શ્રદ્ધા છે તેથી તેઓ તેમને પોતાના ગુરુ
બનાવા ઈચ્છે છે.
કેવી રીતે જલિયાણ જલા માંથી ‘જલારામ’ બન્યા??

READ: જ્યાં અન્નના ટુકડાં ત્યાં હરિ ઢુકડા – જય જલિયાણ

તેથી બીજા દિવસે જયારે જલિયાણ એ સવારે શ્રીફળ,સાંકળ ને અગરબત્તી ભોજા બાપા ને ધરી તેમને ગુરુ બનાવની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ભોજલરામબાપા એ તેમને આર્શીવાદ આપી પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા. એ જ દિવસ થી પ્રથમ વખત ભોજલરામબાપા એ જલા ને જલારામ નામે બોલાવ્યા ને વીરપુર નો જલો ‘જલારામ’ થી પ્રખ્યાત બન્યો. જલારામ એ ગુરુ ભોજલરામ બાપા પાસે ‘સદાવ્રત’ ચાલુ કરવા ની ઈચ્છા દર્શાવી ગુરુ ને પોતાના સાધુ પ્રત્યે ના પ્રેમ તથા નિસ્વાર્થ સેવાભાવના નો પ્રથમ પરિચય આપ્યો.

જલારામ બાપા નો જીવન મંત્ર હતો :

જ્ઞાન જ્ઞાન માં મળે ન મુક્તિ,

ન મળે મુક્તિ પુસ્તક પોથી માં,

સાચી મુક્તિ મૂક સેવા માં,

અને દિન દુખીયા ની રોટી માં.