નહિ ફાંસીનો ગાળિયો કે નહિ કોઈ પીડા, આ રીતે અપાશે મૃત્યુદંડની સજા

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Death Penalty : સામાન્ય રીતે મોતની સજા મળતા દોષિતને ફાંસીએ લટાકાવી દેવામાં આવે છે. પરંતું પહેલીવાર આ સજામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અહીં મૃત્યદંડમાં દોષિને ફાંસીએ લટકાવામાં નહિ આવે. આવો જાણીએ શું છે સમગ્ર હકીકત…

આ પણ વાંચો : Indigo ફ્લાઇટમાં મોટી બબાલ, પાયલોટને મારી લીધો ધૂંબો…

PIC – Social Media

કોઈપણ દેશમાં આરોપીને દોષિત માની તેને મૃત્યુદંડની (Death Penalty) સજા ફટકારવામાં આવે ત્યારે સામાન્ય રીતે તેને ફાંસીએ લટકાવી મોત આપવામાં આવે છે. પરંતુ આ વખતે અમેરિકા (America) ના અલાબામા (Alabama) રાજ્યમાં 25 જાન્યુઆરીએ નાઈટ્રોજન હાઈપોક્સિયા (Nitrogen hypoxia) દ્વારા મૃત્યુદંડ (Death Penalty) આપવામાં આવશે. મળતી માહિતી મુજબ ફાંસીની આ પદ્ધતિ ખૂબ જ વૈજ્ઞાનિક અને પીડારહિત છે. આજે અમે તમને જણાવીશું કે નાઈટ્રોજન હાઈપોક્સિયા શું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

નાઇટ્રોજન હાયપોક્સિયા

અમેરિકામાં મૃત્યુદંડની સજાની આ પદ્ધતિ પ્રથમ વખત મૃત્યુદંડની સજા પામેલા એલન યુજીન મિલર પર પ્રયોજવામાં આવી રહી છે. પહેલા આ સજા તેને ઈન્જેક્શન દ્વારા આપવામાં આવનાર હતી, પરંતુ પછી તે પીડાદાયક પદ્ધતિ હોવાનું જાણવા મળતા તેને નકારી કાઢવામાં આવી હતી. એલન યુજેન મિલરે 1999 માં તેના કાર્યસ્થળ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. જે બાદ તેને મોતની સજા મળી હતી. તમને જણાવી દઈએ કે આ સજાને પાંચ વર્ષ પહેલા અમેરિકામાં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

નાઇટ્રોજન હાયપોક્સિયા શું છે?

નાઇટ્રોજન હાયપોક્સિયા ઓક્સિજનને નાઇટ્રોજન સાથે બદલે છે, જે શરીરમાં ઓક્સિજનનો પુરવઠો બંધ કરે છે અને નાઇટ્રોજન મોકલવાનું શરૂ કરે છે. જે બાદ આવી સ્થિતિમાં કેદીને નાઈટ્રોજન શ્વાસ લેવા માટે મજબૂર કરવામાં આવશે. આના કારણે, શરીરમાં ઓક્સિજનની માત્રા મર્યાદિત અને ઓછી થઈ જશે, જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થશે.

નાઈટ્રોજન શું છે?

પૃથ્વીના વાતાવરણમાં લગભગ 78 ટકા નાઇટ્રોજન છે. નાઈટ્રોજન એ રંગહીન, ગંધહીન ગેસ છે. તે બિન-જ્વલનશીલ અને બિન-ઝેરી છે. આ ટેક્નિકમાં એક મિનિટમાં બેભાન થવાનું શરૂ થઈ જાય છે. આ પછી વ્યક્તિ થોડીવારમાં મૃત્યુ પામે છે.

આ પણ વાંચો : રાજ્યમાં ફરી લઠ્ઠાકાંડ? દેશી દારુ પીધા પછી 2ના મોત, 3 ગંભીર