Indigo ફ્લાઇટમાં મોટી બબાલ, પાયલોટને મારી લીધો ધૂંબો…

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Indigo Flight delay : ઈન્ડિયો ફ્લાઇટમાં એક મુસાફરે વિમાનના કેપ્ટનને ધૂંબો ઝીંકી દેતા ભારે હોબાળો મચી ગયો. પેસેન્જર્સના હુમલાનો વિડિયો હાલ વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે લોકો પણ આ મુસાફર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : રાજ્યમાં ફરી લઠ્ઠાકાંડ? દેશી દારુ પીધા પછી 2ના મોત, 3 ગંભીર

PIC – Social media

ઈન્ડિગો ફ્લાઇટમાં (Indio flight) એક મુસાફરની ગુંડાગર્દી સામે આવી છે. ઈન્ડિગો એરલાયન્સના (Indigo Airlines) વિમાનને ઉડાનમાં વિલંબ (Flight delay) થતા મુસાફરે પાયલોટને ધૂંબો મારી દીધો હતો. સોશિયલ મીડિયામાં (Social Media)આ ઘટનાનો વિડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇન્ડિગો ફ્લાઇટના ટેકઓફમાં વિલંબ થવાને લઈ એક મુસાફરે પાયલોટ પર હુમલો કરી દીધો છે. તે દરમિયાન મુસાફર (passenger) કહે છે કે “ચલાના હૈ તો ચલા વરના નીચે ઉતર…” જો કે મુસાફરની આ હરકતને લઈ લોકોમાં ભારે નારાજગી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

દિલ્હીથી ગોવા જઈ રહી હતી ફ્લાઇટ

ઇન્ડિગો ફ્લાઇટમાં વિમાનના કેપ્ટન (Captain) ફ્લાઇટની ઉડાનમાં વિલંબ (Indigo Flight delay) સંબંધે જાહેરાત કરી રહ્યાં હતા તે દરમિયાન અચાનક જ એક મુસાફરે પાયલોટ (Pilot) પર હુમલો કરી દીધો હતો. વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એટલું નહિ લોકો આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે. ઉડાનને લઈ સમયસર અનાઉન્સમેન્ટ ન થતા મુસાફર રોષે ભરાયો હતો.

જણાવાઇ રહ્યું છે, કે આ ઘટના રવિવાર સાંજે 7 વાગ્યાની છે. ઇન્ડિગોની આ ફ્લાઇટ 6E 2175 દિલ્હીથી ગોવા જઈ રહી હતી. આરોપીની ઓળખ સાહિલ કટારિયા તરીકે કરવામાં આવી છે. ઘટના બાદ એરપોર્ટ એથોરિટીએ ફ્લાઇટ પરથી આ પેસેન્જરને ઉતારી સીઆઈએસએફને (CISF) હવાલે કરી દીધો છે. ત્યાર બાદ દિલ્હી પોલીસે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સોશિયલ મીડિયા પર જે વિડિયો વાઇરલ (Viral Video) થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે પાયલોટ વિલંબને લઈ ઘોષણા કરે છે. તે દરમિયાન અચાનક, પીળા રંગની હુડી પહેરેલ મુસાફર પાયલોટ પાસે દોડી જાય છે અને તેના મોઢા પર ધૂંબો મારી દે છે. કેપ્ટન પાસે ઊભેલી એક ફ્લાઇટ એટેન્ડેટ તરત તેના બચાવમાં સામે આવી જાય છે અને કેપ્ટનની સામે ઊભી રહી સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરે છે.

લોકોએ ઇન્ડિગોને દોષિત ગણાવ્યું

ત્યાર બાદ આરોપી મુસાફરને વાદળી રંગની હૂડી પહેરેલ એક વ્યક્તિ પાછળથી ખેંચી વાળવાનો પ્રયાસ કરે છે, પછી કેબિનમાં હોબાળો મચી જાય છે. વાયરલ વિડિયોમાં કેપ્ટનનો બચાવ કરતા ફ્લાઇટ એટેન્ડેટને કહે છે કે, “સર, આપ એસા નહિ કર સકતે”, જ્યારે કેટલાક મુસાફરો આરોપીના વર્તનને યોગ્ય ગણાવતા, મોડી ફ્લાઇટ માટે ઇન્ડિગોને દોષિત ગણાવી રહ્યાં છે.