મહેસાણામાં મેગા હેલ્થ ઈવેન્ટ યોજાઈ, 4000 લાભર્થીઓને અપાયો લાભ

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Mehsana News : મહેસાણાના વિસનગર ખાતે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને વિવિધ વિભાગોના રૂ. 109 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમૂહુર્ત કરાયું હતુ. આ પ્રસંગે મેગા હેલ્થ ઈવેન્ટને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી.

આ પણ વાંચો : પહેલા શિક્ષકે સગીરાની છેડતીનો વિડિયો બનાવ્યો, પછી દોઢ મહિના સુધી…

વિસનગર વોલન્ટરી બ્લડ બેન્ક અને APMC વિસનગર તથા ગુજરાત પંચાયત ફાર્માસીસ્ટ એસોશીએસન સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની રક્તતુલા કરાઈ હતી. આ ઉપરાંત PMJAY-MA યોજનાના 2000થી વધુ લાભાર્થીઓને PMJAY PVC કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ મહેસાણા ખાતે કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સરની રસી આપવામાં આવી હતી.

આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રૂપિયા 4,51,500 ના ખર્ચે 301 સગર્ભાઓને/ઓછા વજનવાળી હાઈરીસ્ક ANCને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઋષિકેશ પટેલના પરિવારજનો તરફથી CSR ફંડમાંથી રૂ. 30 (ત્રીસ) લાખના ખર્ચે મહેસાણા જિલ્લામાં આરોગ્યલક્ષી સવલતો ઉભી કરાઈ છે. કાર્યક્રમમાં ઓ.એન.જી.સી, મહેસાણા એસેટ તરફથી CSR અંતર્ગત રૂ. 17 કરોડના ખર્ચે વિવિધ આરોગ્યલક્ષી સવલતો પૂરી પાડવામાં આવી છે.

આ પણ વાંચો : IRCTCની સાઇટ રહી ત્રણ કલાક સુધી ઠપ્પ, ફરી શરૂ થઈ E-ticket બુકિંગ

કાર્યક્રમમાં શાળાની ૨૧ કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે ચાર વાયરસથી રક્ષણ રૂપે સુરક્ષા કવચ હેતુ GCRI, અમદાવાદના સહયોગથી Quadrivalent Gardasil 4 થી વેક્સિનેશન કરાયું હતું. આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત જન્મ -જાત ખોડખાંપણમાંથી સાજા થયેલ બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે શૈક્ષણિક કિટનું પણ વિતરણ કરાયું હતું.

“મા-કેર” પ્રોજેક્ટ અંતર્ગત 12% થી વધુ HB ધરાવતી વિદ્યાર્થીનીઓને એમ્બેસેડર ફોર એનિમિયા મુક્ત મહેસાણા તરીકેનું સન્માન કરાયું હતું તથા વિડિયો ફિલ્મ દ્વારા લોકજાગૃતિ ફેલાવાઈ હતી. વધુમાં “મા-કેર” પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં શાળાએ જતી 70345કિશોરીઓનું હિમોગ્લોબીન ચેકઅપ કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં બ્રેઈન ડેડ લાભાર્થીઓના દ્વારા અંગદાન મહાદાન સમજી અંગદાન કરનાર પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.