ઉડતા ગુજરાત… મધદરિયે ઝડપાયું 2000 હજાર કરોડનું ડ્રગ્સ

ખબરી ગુજરાત ગુજરાત

Drugs seized : ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 હજાર કરોડ રૂપિયા છે. પકડાયેલા ડ્રગ્સ પર ‘Produce of Pakistan’ લખેલું છે. તેમાં 2950 કિલો હાશિશ (Hashish), 160 કિલો મેથેમ્ફેટામાઇન (Methamphetamine), 25 કિલો મોર્ફિન (Morphine) છે.

આ પણ વાંચો – 28 February : જાણો, આજનો ઈતિહાસ

Drugs seized : ઇન્ડિયન નેવી, એનસીબી અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનથી ગુજરાતના પોરબંદરના મધદરિયેથી 3100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભારતીય ઉપખંડમાં માદક દ્રવ્યોની આ અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી છે. આ દવાઓની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 2000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભારતીય નૌસેનાને મળેલી બાતમીના આધારે પકડાયેલુ ડ્રગ્સ ઈરાનથી લાવવામાં આવી રહ્યું હતુ. જેની સુચના મળ્યા બાદ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. આ બોટ બે દિવસ સુધી સમુદ્રમાં રહી હતી. ત્યાર બાદ ભારતીય નૌસેનાએ શંકાસ્પદ બોટને ભારતીય દરિયાય સીમામાં ઘુસતા રોકવામાં આવી અને તેની ઝડતી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન બોટમાંથી કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. તેની સાથે બોટમાં સવાર 5 ક્રુમેમ્બરની પણ ધરપકડ કરવામાં આવી. પકડાયેલું જહાજ અને પાંચ આરોપીઓ પાકિસ્તાનના હોવાની આશંકા છે. જેને ગુજરાતના પોરબંદર ખાતે લઈ જવાયા છે.

ભારતીય સુરક્ષા એજન્સી દ્વારા ઝડપાયેલા ડ્રગ્સ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને ક્યાં મોકલવામાં આવી રહ્યું હતુ તેમજ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતુ, ડ્રગ્સની પાછળ હજુ કેટલા લોકો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા ડ્રગ્સના જથ્થા પર ‘Produce of Pakistan’ લખેલુ છે. ઝડપાયેલા ડગ્સમાં 2950 કિલો હાશિશ (Hashish), 160 કિલો મેથેમ્ફેટામાઇન (Methamphetamine), 25 કિલો મોર્ફિન (Morphine) છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ પહેલા 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભારતીય નૌસેનાએ ઘણાં ઓપરેશનમાં ભારતીય દરિયાઈ સીમાં પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. થોડા દિવસો પહેલા જ ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના વેરાવળ ખાતે હેરોઇન લાવવામાં આવી રહ્યુ હોવાની બાતમી મળતા ગીર સોમનાથ SOG દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોદી કાંઠે દરોડો પાડી આશરે રૂ.350 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો 50 કિલોનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં ત્રણ મુખ્ય આરોપીઓ સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.