World Cup 2023 : વિજેતા ટીમ પર થશે રૂપિયાનો વરસાદ

ખબરી ગુજરાત રમતગમત

Jagdish, Khabri Media Gujarat

World Cup 2023 Prize Money: વિશ્વ કપ 2023 અંતિમ તબક્કામાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર છે. આ પહેલા આઈસીસીએ વિશ્વ કપ માટે પ્રાઇસ મનીની જાહેરાત કરી દીધી છે. આ માટે કુલ 4 મિલિયન ડોલરનું ઈનામ રાખવામાં આવ્યું છે. વિશ્વ કપમાં વિજેતા ટીમને 4 મિલિયન ડોલરની પ્રાઇસ મની મળશે.

આ પણ વાંચો : Happy New Year : PM નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને કહ્યું “નૂતન વર્ષાભિનંદન”

PIC – Social Media

આઈસીસી ફાઇનલ વિજેતા ટીમ સાથે હારનાર ટીમને પણ કરોડો રૂપિયા મળશે. વિજેતા ટીમને 4 મિલિયન ડોલર મળશે. એટલે કે 33 કરોડ રૂપિયા. ફાઈનલમાં હારનાર ટીમને 2 મિલિય ડોલર મળશે. સેમિફાઇનલમાં હારનાર બંને ટીમને 8-8 લાખ ડોલર મળશે. જ્યારે ગ્રપ સ્ટેજ બાદ એલિમિનેટ થનાર ટીમોને એક એક લાખ ડોલર મળશે. ગ્રુપ સ્ટેજ પર મેચ જીતનાર ટીમને 40 હજાર ડોલર મળશે.

ભારતીય ટીમ સેમિફાઈનલ સુધી પહોંચી ગઈ છે અને ટીમે ગ્રુપ સ્ટેજની 9 મેચો રમી છે અને તમામ જીતી છે. તે હિસાબથી તેને દરેક જીતેલી મેચ માટે 40 હજાર ડોલર મળશે. જ્યારે સેમિફાઇનલ સુધી પહોંચી મોટી રકમ નક્કી કરી લીધી છે. ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો તેણે ગ્રપ સ્ટેજની 5 મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા 7-7 મેચ જીત્યું છે. આ ચારેય ટીમને કરોડો રૂપિયા મળશે.

આ પણ વાંચો : મુજફ્ફરનગરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોના મોત

જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2019ની ટ્રોફી ઈંગ્લેન્ડે જીતી હતી. ન્યૂઝીલેન્ડની ટીમને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભારતને ન્યૂઝીલેન્ડે સેમિફાઈનલમાં હરાવ્યું હતુ અને ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને સેમિફાઈલમાં હરાવ્યું હતુ.