કચ્છની દેશી ખારેકને મળ્યો જીઆઈ ટેગ, 400 વર્ષ પછી મળ્યું સન્માન

ખબરી ગુજરાત ગુજરાત

કચ્છી સુકા મેવા તરીકે ઓળખ ધરાવતી ખારેકને મળ્યો જીઆઈ-ટેગ
“ખેતીના ભારતરત્ન” સમાન સન્‍માનથી કચ્છ્ના ખેડૂતો ખુશ-ખુશાલ
જીઆઈ-ટેગ મેળવનારી કચ્છની પ્રથમ ખેત પેદાશ*

Kharek GI Tag : ગુજરાતમાં ફળ, ફૂલ, શાકભાજી, ધાન્ય સહિત વિવિધ ખેતપેદાશો થાય છે. ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો અને ખેત સંશોધન પ્રવૃતિઓના કારણે ખેતપેદાશોની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થયો છે. ત્યારે ગુજરાતની ખેતપેદાશે રાજ્યને વધુ એક ગૌરવ અપાવ્યું છે. જી હા કચ્છની દેશની ખારેક (Kharek) જીઆઇ ટેગ- જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશન (Geographical indication) મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે.

આ પણ વાંચો : નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતનો દબદબો, બન્યું બેસ્ટ પરર્ફોર્મર સ્ટેટ

PIC – Socail Media

ગુજરાતની ત્રીજી કૃષિ પેદાશને મળ્યો જીઆઈ ટેગ

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી (Kesar Mango), ભાલીયા ઘઉંના બીજ, અને હવે કચ્છની દેશી ખારેક (Kharek) GI Tag- જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશન (Geographical indication) મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે. તેઓએ કહ્યું હતું કે, ગુજરાતનો 54 ટકા વિસ્તાર શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવા ધરાવતો હોવા છતાં, તે કૃષિ વિકાસમાં રાષ્ટ્રીય અગ્રેસર છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ફળ ઉત્પાદનમાં કચ્છ જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને

રાજ્યના 24% વિસ્તારને આવરી લેતો કચ્છ જીલ્લો રાજયમાં સૌથી મોટો છે. કચ્છ શુષ્ક પ્રદેશ છે, કચ્છ (Kutch) તેના વિશાળ સફેદ રણ માટે જાણીતું છે, જ્યાં સરેરાશ 340 મીમી વરસાદ પડે છે આમ છતાં તેમાં સૌથી વધુ વૈવિધ્યસભર પશુપાલન આધારિત કૃષિનો વિકાસ થયો છે. ખેડૂતોના અથાક પરિશ્રમ, સરકારશ્રીના બાગાયત વિકાસ કેન્દ્રિત અભિગમ અને વૈજ્ઞાનિકોના પ્રયાસોથી તમામ પ્રતિકૂળતાઓને પાર કરીને કચ્છ બાગાયતી પાકોના હબ તરીકે ઉભરી આવ્યું છે. કચ્છ જિલ્લો વર્ષ 2023-24માં 59,065 હેક્ટર સાથે ફળ પાક હેઠળ રાજ્યમાં પ્રથમ ક્રમે છે. જેમાં ખારેક, કેરી, દાડમ, ડ્રેગન ફ્રુટ, પપૈયા, જામફળ મુખ્ય છે.

ક્યારે શરૂ થઈ ખારેકની ખેતી?

તેમણે કહ્યું હતું કે કચ્છમાં 19,251 હે. વિસ્તારમાં 1,82,884 મે. ટનનાં ઉત્પાદન સાથે મુંદ્રા, માંડવી, ભુજ અને અંજાર તાલુકાઓ ખારેકની ખેતીમાં અગ્રણી તાલુકાઓ છે, કચ્છી ખારેક “સુકા મેવાનું” સન્‍માન થયુ છે. આખા દેશમાં સૌ પ્રથમ કચ્છની ધરતી 425 વર્ષ પહેલા ખારેકની ખેતીની શરુઆત થયેલ તે દેશી ખારેકને જીઆઇ-ટેગ જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશનની માન્‍યતા મળી છે. કચ્છની દેશી ખારેક હવે દુનિયાભરની બજારમાં વધારે આદર સાથે નિકાસલક્ષી માંગ મેળવશે તેવી દ્રઢ આશા બંધાઇ છે. આ સાથે કચ્છી દેશી ખારેક જીઆઈ-ટેગની માન્યતા મેળવનાર રણ-પ્રદેશ કચ્છ સર્વપ્રથમ કૃષિ પેદાશ બની છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

આ સંસ્થાઓએ આપ્યું મહત્વપૂર્ણ યોગદાન

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ મુંદ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર સાથે બિકાનેરની સેન્‍ટ્રલ ઇંસ્ટિટ્યુટ ફોર એરિડ હોર્ટીકલ્ચરના સહયોગથી કચ્છી ખારેકને માન્‍યતા અપાવવા માટે પ્રયાસો શરૂ કરાયા હતા.

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે હેઠળની ચેન્નઇ સ્થિત “ઓફિસ ઓફ ધી કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન, ડિઝાઇન એન્‍ડ ટ્રેડ-માર્ક્સ” તરફથી આ માન્‍યતા અપાઈ છે. 425 વર્ષ પહેલાં કચ્છમાં પહેલી-વહેલી ખારેકની ખેતી મુંદ્રા તાલુકાના ધ્રબની ધરતી પર કરનાર તુર્ક પરિવારોના પ્રતિનિધિ અને પીઢ કિસાન અગ્રણી હુસેનભાઈ તુર્કનું યોગદાન પણ અગત્યનું રહ્યું છે.

આ પણ વાંચો : 500 રૂપિયાની નોટ પર ભગવાન રામની તસવીર: Fact Check

ખારેકની ખેતી કરતા ખેડૂતોને થશે ફાયદો

ગુજરાતે ખજૂર ઉગાડનારને શ્રેષ્ઠ તકનીકી જ્ઞાનથી સજ્જ બનાવવાના હેતુથી ઇઝરાયેલના ટેકનિકલ સહયોગ સાથે કચ્છ ખાતે ખજૂર માટે સેન્ટર ઓફ એક્સેલન્સ કેન્દ્રની સ્થાપના કરી છે જે આધુનિક ટેકનોલોજીના નિદર્શન પ્લોટની સુવિધા સાથે કાર્યરત છે. સરકાર ખારેકના નવા વાવેતરને પણ પ્રોત્સાહન આપી રહી છે જેના કારણે ખેડૂતો ઉચ્ચ ટેકનોલોજીથી ખારેકનું ઉત્પાદન કરશે અને જી. આઇ. ટેગના કારણે ખેડૂતોને સ્પર્ધાત્મક બજારમાં સારા ભાવ મળી શકશે અને કચ્છના ખેડૂતો વધુ સમૃધ્ધ થશે તેમ રાઘવજીએ ઉમેર્યું હતું.