ડીપફેક વીડિયો ઈન્વેસ્ટમેન્ટ માર્કેટમાં, રોકાણકારોએ સાવચેત રહેવું

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Fake Investment Tips: ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના મેનેજિંગ ડિરેક્ટર નિમેશ શાહ ડીપફેક વીડિયોના નવા શિકાર બન્યા છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે તેણે કોઈ સ્ટોક ખરીદવાની ભલામણ કરી નથી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

Fake Investment Tips: ડીપફેક વીડિયો (Deepfake Videos)  હવે મનોરંજનની દુનિયામાંથી ઈન્વેસ્ટમેન્ટ માર્કેટમાં આવી ગયા છે. સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ આપતા આ નકલી વીડિયો તમારી મૂડીને જોખમમાં મૂકી શકે છે. તેનાથી રોકાણ બજારમાં ચિંતા ફેલાઈ છે. ગયા વર્ષે નવેમ્બરમાં અભિનેત્રી રશ્મિકા મંદન્નાના (Rashmika Mandana) ડીપફેક વીડિયોનો મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ રતન ટાટા અને સચિન તેંડુલકરના (Sachin Tendulkar) ડીપફેક વીડિયો પણ સામે આવ્યા હતા. નિમેશ શાહ,(Nimesh Shah) મેનેજિંગ ડિરેક્ટર, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ. આ નકલી વિડિયોમાં તે 2024 માટે ઘણા શેર ખરીદવાની ભલામણો આપી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook)  પર એક જાહેરાત તરીકે જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : યુક્રેનના 65 બંધકોને લઈ જતુ રશિયન વિમાન થયું ક્રેશ

વૉઇસ ક્લોનિંગ સૉફ્ટવેર વડે બનાવેલ વિડિયો
boomlive.in અનુસાર, આ વીડિયો વોઈસ ક્લોનિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. ICICI પ્રુડેન્શિયલ પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે નિમેશ શાહે આવી કોઈ સ્ટોક ભલામણ કરી નથી. તેણે એમ પણ કહ્યું કે ડીપફેક વિડિયો શાહ દ્વારા આઉટલુક મનીને આપેલા ઈન્ટરવ્યુના અંશો કાઢીને બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો 20 જાન્યુઆરી, 2024ના રોજ મેટાની એડ લાઇબ્રેરીમાં દેખાયો હતો. ડીપફેક વીડિયોમાં શાહ કહી રહ્યા છે કે સ્ટોક ટ્રેડિંગ તમને રાતોરાત અમીર બનાવી શકે છે.

ડીપફેક વીડિયોના મુદ્દે સરકાર ચિંતિત છે
સચિન તેંડુલકરે તેના ડીપફેક વીડિયોનો મુદ્દો ઉઠાવ્યા બાદ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં આઈટી એક્ટ હેઠળ કડક નિયમો બનાવશે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે આનું પાલન કરવું પડશે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ AI દ્વારા બનાવવામાં આવી રહેલા આ ડીપફેક વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર લોકસભા ચૂંટણી પછી નવો કાયદો લાવી શકે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રતન ટાટાએ પોતે આ સ્ટોરી શેર કરી હતી
પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાએ તેમના નામનો ઉપયોગ કરીને 100 ટકા વળતરની ગેરંટી સાથે રોકાણનો દાવો કરતા વીડિયોને નકલી ગણાવ્યો હતો. રતન ટાટાએ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સોના અગ્રવાલની પોસ્ટની ટીકા કરી હતી. સોના અગ્રવાલ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે એક ફેક વીડિયો પોસ્ટ કર્યો હતો. આમાં રતન ટાટા તેમને પોતાના મેનેજર કહી રહ્યા છે.