Current Affairs : સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે આ સવાલ

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

2024 current affairs: સરકારી નોકરીઓ મેળવવા માંગતા ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે. આ લેખમાં આપણે માર્ચ 2024ના કરન્ટ અફેર્સના પ્રશ્નો અને જવાબ મેળવીશું.

આ પણ વાંચો – સંન્યાસને લઈ ક્રિકેટર રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું…

PIC – Social Media

2024 current affairs: કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક કે પ્રવેશ પરીક્ષા કે સરકારી ભરતી પરીક્ષા માટે કરન્ટ અફેર્સ મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. દરેક પરીક્ષામાં એક વિભાગ જીકે અને કરેન્ટ અફેર્સનો જરૂર હોય છે. જેમાં સાંપ્રતમાં બનેલી ઘટના સંબંધિત સલાવો પૂછવામાં આવે છે. એટલા માટે અમે Khabri Media પર તમારા માટે કરેન્ટ અફેર્સના સવાલ જવાબ લઈને આવ્યાં છીએ. અહીં માર્ચ 2024નુ કરેન્ટ અફેર્સ આપવામાં આવ્યું છે. કુલ 10 પ્રશ્નો છે અને તેના જવાબ આર્ટિકલના અંતે આપવામાં આવ્યાં છે.

પ્રશ્ન 1: આસામના કયા જિલ્લામાં ‘અહોમ કમાન્ડર’ લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે?
A) જોરહાટ
B) દિસપુર
C) દિબ્રુગઢ

પ્રશ્ન 2: PM નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટુ-લેન સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું. તે કેટલા ફૂટ ઊંચાઈ છે?
A) 11000
B) 13000
C) 15000

પ્રશ્ન 3: કમલ હાસનની પાર્ટીનું નામ શું છે જે તમિલનાડુમાં શાસક ડીએમકે સાથે ગઠબંધનમાં છે?
A) પટ્ટલી મક્કલ કાચી
B) વિદુથલાઈ ચિરુથિગલ કાચી
C) મક્કલ નિધિ મય્યમ

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પ્રશ્ન 4: OpenAI ના બોર્ડમાં પાછા ફરનાર CEOનું નામ શું છે?
A) બ્રેટ ટેલર
B) ગ્રેગ બ્રોકમેન
C) સેમ ઓલ્ટમેન

પ્રશ્ન 5: ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર અને એકંદરે ત્રીજા બોલર બન્યા છે. તેણે કેટલી મેચોમાં આ સિદ્ધિ મેળવી?
A) 187મી મેચ
B) 185મી મેચ
C) 200મી મેચ

પ્રશ્ન 6: કયા સામાજિક કાર્યકર લેખકને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા?
A) સુધા મૂર્તિ
B) શાંતા સિન્હા
C) સિસ્ટર નિવેદિતા

પ્રશ્ન 7: નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સમાં ‘કલ્ચરલ એમ્બેસેડર ઓફ ધ યર’ કેટેગરીનો એવોર્ડ કોને મળ્યો?
A) ગૌરવ ચૌધરી
B) મૈથિલી ઠાકુર
C) કામિયા જાની

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પ્રશ્ન 8: LAC નજીકના કયા શહેરમાં દરેક સિઝનમાં વાહનવ્યવહાર સરળ રહેશે?
A) પૂર્વ સિયાંગ
B) ઇટાનગર
C) તવાંગ

પ્રશ્ન 9: CA ની ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ હવે વર્ષમાં કેટલી વાર લેવામાં આવશે?
A) 2
B) 3
C) 4

પ્રશ્ન 10: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કેટલા રૂપિયામાં ઘટાડો કરવાની જાહેરાત કરી?
A) 100
B) 200
C) 300

જવાબ : 1- A, 2- B, 3- C, 4- C, 5- A, 6- A, 7- B, 8- C, 9- B, 10- A