સંન્યાસને લઈ ક્રિકેટર રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું…

ખબરી ગુજરાત રમતગમત

Rohit Sharma Retirement: ધર્મશાળા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સંન્યાસ લે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અહીં જાણીએ કે ભારતીય ક્રિકેટનો હિટમેન ક્યારે ક્રિકેટમાંથી સંન્યાસ લેશે…

આ પણ વાંચો – જાણો, કોણે જીત્યો મિસ વર્લ્ડ 2024નો ખિતાબ?

Rohit Sharma Retirement: ભારતીય ક્રિકેટના સૌથી સફળ ઓપનરોમાંથી એક રોહિત શર્માએ પોતાની નિવૃત્તિને લઈને સચોટ જવાબ આપ્યો છે. ધર્મશાળામાં ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાની જીત બાદ રોહિતના સંન્યાસની ચર્ચા ચાલી રહી છે. કેટલાક ક્રિકેટ પંડિતો દાવો કરી રહ્યા હતા કે ભારતીય કેપ્ટન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. જો કે, આ દરમિયાન હિટમેને પોતે જ તેની નિવૃત્તિની યોજના જાહેર કરી છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે તે આ સમયે તેના જીવનનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો છે. આવી સ્થિતિમાં તેનો હજુ નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી. તેણે સ્પષ્ટ કહ્યું કે જો તેને લાગે છે કે તે હવે સારું રમી શકશે નહીં તો તે તરત જ રમતને અલવિદા કહી દેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એક દાવ અને 64 રને હરાવીને પાંચ મેચની શ્રેણી 4-1થી જીતી લીધી હતી. મેચ બાદ જિયો સિનેમા સાથે વાત કરતા રોહિતે કહ્યું કે, “એક દિવસ જ્યારે હું સવારે ઉઠુ અને અનુભવું કે હું હવે સારું રમી શકતો નથી, તો હું તરત જ નિવૃત્ત થઈશ, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી હું મારી જીંદગીની શ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો છું.”

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રોહિતે 2019થી ટેસ્ટ ક્રિકેટમાં 9 સદી ફટકારી છે. BCCIએ પુષ્ટિ કરી છે કે રોહિત આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશીપ કરશે. સિરીઝ જીતવા માટે ટીમને શ્રેય આપતા તેણે કહ્યું, “જ્યારે તમે આ રીતે ટેસ્ટ જીતો છો, ત્યારે બધું સારુ થવા લાગે છે. સમયાંતરે ઘણાં લોકો આવશે ને જશે , અમે આ જાણીએ છીએ. આ યુવા ખેલાડીઓ પાસે કદાચ અનુભવ નથી. પરંતુ તે ઘણું ક્રિકેટ રમ્યા છે. મેં જોયું છે કે તેણે દબાણને સારી રીતે હેન્ડલ કર્યું છે. જીતનો શ્રેય આખી ટીમને જાય છે.”