CM પટેલે 201 નવીન બસોને આપી લીલી ઝંડી

ખબરી ગુજરાત ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ નવીન બસોમાં બેસી કર્યું નિરિક્ષણ
170 સુપર એક્સપ્રેસ અને 21 સ્લીપરકોચ મળી કુલ 201 બસોનું કરાવ્યું પ્રસ્થાન

New ST Bus :ગુજરાતના મુસાફરોની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વધુ 201 બસોને સીએમ પટેલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે. આ બસોમા 170 બસ સુપર એક્સપ્રેસ અને 21 સ્લીપરકોચ બસનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : આધારથી ઇન્કમટેક્સ તમામ કામ એકદમ ફ્રી

New ST Bus : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રામકથા મેદાન-ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસો (New Bus)ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગુજરાતે 3 વર્ષમાં 2812 જેટલી બસો સંચાલિક કરવાનું આયોજન

રાજ્ય સરકાર (State Government) દ્વારા વર્ષ 2022-23 અને 2023-24માં મળી કુલ 2812 જેટલી નવીન બસો પૂરી પાડવાનું આયોજન છે. જે પૈકી આજે ગાંધીનગર (Gandhinagar) ખાતેથી 170 સુપર એક્સપ્રેસ (Super Express) અને 21 સ્લીપર કોચ (Sleeper coach) મળી કુલ 201 નવીન બસોનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ બસો 33 જિલ્લાના 78 ડેપો દ્વારા 125 વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રોજ 8 હજાર બસો થાય છે સંચાનલ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા દરરોજ 8000થી વધુ બસોથી રાજ્યમાં કુલ 33 લાખ કિલોમીટર રૂટનું સંચાલન કરી, 25 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વાર-તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસો પણ દોડાવવામાં આવે છે.

આ પણ વાંચો : Bharuchના ખેડૂતે વધાર્યું ગુજરાતનું ગૌરવ, મળ્યું રાષ્ટ્રીય સન્માન

નવીન બસોના લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષભાઈ મકવાણા, ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના એમ. ડી. એમએ ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.