આધારથી ઇન્કમટેક્સ તમામ કામ એકદમ ફ્રી

ખબરી ગુજરાત બિઝનેસ

વર્ષ 2024માં કેટલાક મહત્વપૂર્ણ કાર્યોની ડેડલાઇન પૂર્ણ થઈ રહી છે, જે તમારા ખિસ્સાને સીધી અસર કરશે. આમાં ફ્રી આધાર અપડેટ (Free Aadhaar Update) થઈ લઈને ઈન્કમ ટેક્સ સુધીની ડેડલાઈનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Bharuchના ખેડૂતે વધાર્યું ગુજરાતનું ગૌરવ, મળ્યું રાષ્ટ્રીય સન્માન

PIC – Social Media

ફ્રીમાં આધાર અપડેટ (Free Aadhaar Update) કરવાથી લઈને ઇન્કમ ટેક્સ નિયમ અને ડિમેટ અકાઉન્ટ નોમિનેશન (Demat Account Nomination) સહિતના પૈસા સાથે સંબંધિત કામની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. સામાન્ય જનતા સાથે જોડાયેલા આ કામ જલ્દી કરી લેવા જોઈએ. જો તમે આ કામ પૂરા નહિ કરો તો તમારે પેનલ્ટી કે અન્ય ચાર્જ ચુકવવો પડી શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) તરફથી સોનામાં રોકાણ સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કિમની (Sovereign Gold bonds Scheme) શરૂઆત કરી છે. Sovereign Gold bondsનો આગામી હપ્તો 12થી 16 ફેબ્રુઆરી સુધી લેવાશે. જો રોકાણકાર આ ડેડલાઇન મિસ કરશે તો તેને આગામી હપ્તાની રાહ જોવી પડશે. જે આગામી નાણાકીય વર્ષમાં આવી શકે છે.

ફ્રીમાં આધાર અપડેશન

જો તમારુ આધાર કાર્ડ 10 વર્ષ જુનુ છે તો તેને અપડેટ કરાવી શકો છો. સરકારે આધારને ફ્રીમાં અપડેટ (Free Aadhaar Update) કરવા માટે 14 માર્ચ 2024 સુધી સમય મર્યાદામાં વધારો કર્યો છે. myAadhaar પોર્ટલ પર આધારને ફ્રીમાં અપડેટ કરી શકો છો. તે સિવાય તમે સીએસસી સેન્ટરે જઇને પણ આધારને ફ્રીમાં અપડેટ કરી શકો છો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

હાઉસ રેન્ટ પર TDS

જો તમે 50 હજાર રૂપિયા કે તેનાથી વધુ માસિક મકાન ભાડુ ચૂકવી રહ્યાં છો અને આખા નાણાંકીય વર્ષ 2023-24માં TDS કટ થયું નથી. તો માર્ચ 2024માં મે મહિનામાં ભાડુ ચુકવીને ટીડીએસ કપાવી લો.

ટેક્સ સેવિંગ પ્લાન

નાણાકીય વર્ષ 2023-24 માટે તમે ટેક્સ સેવિંગનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમામ ટેક્સ સેવિંગ રોકાણ 31 માર્ચ 2024 પહેલા કરવું પડશે. ઓલ્ડ ટેક્સ રિજિમ અંતર્ગત તમે તેમાંથી મુક્તિ માટે દાવો કરી શકો છો.

આ પણ વાંચો : 5 January : જાણો, આજનો ઈતિહાસ

બેંક ફિક્સ્ડ ડિપોજિટ ડેડલાઇન

ઘણી બેન્કોએ સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કિમ રજૂ કરી છે, જેની ડેડલાઇન આ વર્ષે પૂર્ણ થઈ રહી છે. HDFC સિનિયર સિટીજન કેર FDની ડેડલાઈન 10 જાન્યુઆરી છે. SBI WeCare FDની લાસ્ટ ડેડલાઇન 31 માર્ચ 2024 છે.

ડિમેટ અકાઉન્ટ નોમિની

જો તમે શેર બજારમાં રોકાણ કરો છો, તો ડિમેટ આકાઉન્ટ નોમિની (Demat Account Nomination) જોડવા માટેની ડેડલાઇન વધારમાં આવી છે. 30 જૂન 2024 સુધી ડિમેટ અકાઉન્ટમાં નોનિનીને જોડી લેવું. જો આ ડેડલાઇન ચૂકી જશો તો ટ્રેડિંગ નહિ કરી શકો.

આઇટીઆર ફાઇલિંગ ડેડલાઇન

ITR ફાઇલ કરવાની ડેડલાઇન 31 જુલાઇ 2024 આપવામાં આવી છે. FY 2023-24 માટે તમામ ટેક્સપેયર્સે 31 જુલાઇ પહેલા ઇનકમ ટેક્સ રિટર્ન ફાયલ કરી લેવું જોઈએ. આયકર વિભાગે તેના માટે ITR-1, ITR-2 અને ITR-4ની ઘોષણા કરી દીધી છે.